GovernmentInfrastructureNEWSPROJECTS

કોમન વેલ્થ ગેમ્સ-2030ના યજમાન પદ માટે અમદાવાદના પ્રસ્તાવને મંજૂરી, ફાઈનલ નિર્ણય લેવાશે નવેમ્બરમાં

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કોમનવેલ્થ ગેમ્સ-2030નું આયોજન કરવા માટે ભારતની બિડનું ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગુજરાતની આર્થિક નગરી અમદાવાદને યજમાન શહેર તરીકે દર્શાવવામાં આવ્યું છે. જો કે, તેનો અંતિમ નિર્ણય નવેમ્બર મહિનામાં લેવામાં આવશે. ભારતે પહેલાથી જ અમદાવાદ શહેરને યજમાન પદ માટે રસની અભિવ્યક્તિ સબમિટ કરી હતી. અને 31 ઓગસ્ટ પહેલા અંતિમ બિડ પ્રસ્તાવ સબમિટ કરવાની જરૂર છે. કેનેડા દ્વારા બિડિંગ પ્રક્રિયામાંથી ખસી જવાના કારણે 2030 કોમનવેલ્થ ગેમ્સ મેળવવાની ભારતની શક્યતાઓ વધી ગઈ છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ ગગન નારંગે કોમન વેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદને ભારત માટે લેન્ડમાર્ક ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) દરમિયાન ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ભારતની બિડને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી.

ગેમ્સ ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં કોમનવેલ્થ સ્પોર્ટની એક ટીમે તાજેતરમાં અમદાવાદમાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મહિનાના અંતમાં એક મોટું પ્રતિનિધિમંડળ મુલાકાત લે તેવી અપેક્ષા છે.

નવેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી દ્વારા યજમાન દેશનો નિર્ણય લેવામાં આવશે. ભારતે અગાઉ 2010 માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું જનરલ હાઉસ દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. હવે અમે અમારી તૈયારીઓ સાથે સંપૂર્ણ ગતિએ આગળ વધીશું,” IOAના સંયુક્ત સચિવ કલ્યાણ ચૌબેએ સંક્ષિપ્ત SGM પછી જણાવ્યું હતું.

કોમન વેલ્થગેમ્સ-2030માં શૂટિંગ, તીરંદાજી, કુસ્તી વગેરે જેવી આપણી બધી મેડલ મેળવનારી રમતો હોય છે.આ સાથે કબડ્ડી અને ખો ખો જેવી આપણી પરંપરાગત રમતો પણ ત્યાં હોવી જોઈએ,” ચૌબેએ કહ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- એએનઆઈ.

Show More

Related Articles

Back to top button
Close