GovernmentInfrastructureNEWSPROJECTSYoutube Channel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સૌથી મોટું સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણકાર્ય 2026ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના

તાજેતરમાં બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને સાબરમતી બુલેટ ટ્રેન નિર્માણકાર્ય અંગે, નિર્માણકર્તા કન્સ્ટ્રક્શન કંપની એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ટરના એમડી શશિન પટેલ સાથે એક ઈન્ટરવ્યૂં કર્યું હતું. તે દરમિયાન તેમને સાબરમતી બુલેટ ટ્રેન નિર્માણકાર્યની વિશિષ્ટિતઓ અને તેમના હિસ્સામાં આવતા પેકેજ અંગે વાતો કરી હતી. જે દરમિયાન તેમને જણાવ્યું હતું કે, સાબરમતી બુલેટ ટ્રેનના પેકેજ-સી-8 નું નિર્માણકાર્ય 60 ટકા પૂર્ણ થયું છે અને એટલે વર્ષ 2026 સુધીમાં આ નિર્માણકાર્ય પૂર્ણ થશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દેશનો પ્રથમ મોર્ડન એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ એટલે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ત્યારે જાણીએ, 509 કિલોમીટરની લંબાઈ ધરાવતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નિર્માણ પામી રહેલા કુલ ત્રણ મોટા રેલ્વે મેઈનટેઈનન્સ ડેપો, પૈકી સૌથી મોટું ડેપો, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે.જેનું નિર્માણકાર્ય ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની શશિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ(SCC Infrastructure Pvt. Ltd.) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

83 એકર વિશાળ ભૂ-પટલ પર નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન ડેપોમાં ટ્રેન મેઈનટેઈનન્સ, ટ્રેન વોશિંગ એરિયા, વર્કશોપ, શેડ, મુસાફરો માટેની સુવિદ્યાઓ જેમ કે, પીવાનું શુદ્ધ પાણી, ટ્રેન વોશિંગ પાણી, રેસ્ટ એરિયા, રિફ્રેશમેન્ટ એરિયાનો સમાવેશ થાય છે. સાબરમતી બુલેટ ડેપો ખરેખર ભારત દેશ માટે એક મોર્ડન એન્જીનીયરીંગ માર્વેલ છે.

હાલ સાબરમતી બુલેટ ટ્રેન ડેપોનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સૌથી મોટો કોંક્રિટનો પોર નિર્માણ કરવામાં આવ્યો છે. જે માત્ર 65 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો. જે કોંક્રિટ પોર નિર્માણ કરવામાં આવ્યો તેના વિસ્તારની વાત કરીએ તો, તે કુલ 9420 ચોરસ મીટર અને કુલ કોંક્રિટ 4967 ક્યૂબિક મીટર હતી અને રાફ્ટ 9600 ચોરસ મીટર આ રીતે, આ સમગ્ર કોંક્રિટ પોરનું કામ એક જ સમયે 65કલાકમાં જ પૂર્ણ કરવામાં આવ્યું, એસસીસી ઈન્ફ્રાસ્ટ્રક્ટચર કંપની માટે સિદ્ધિ સમા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close