GovernmentInfrastructureNEWSPROJECTS

રાજ્યના ઉદ્યોગ મંત્રી બલંવતસિંહ રાજપૂતે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કર્યું નિરીક્ષણ

અમદાવાદ અને ધોલેરા સરને જોડતો, 110 કિલોમીટર લાંબો ગ્રીન ફિલ્ડ ફોરલેન એક્સપ્રેસવેનું નિરીક્ષણ ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે કર્યું હતું. તે દરમિયાન, બલંવતસિંહ રાજપૂતે સમીક્ષા દરમિયાન ધોલેરા સરના ચેરમેન એસ.એસ.રાઠોડ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)ના અધિકારીઓ સાથે એકસપ્રેસવેના નિર્માણકાર્ય અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે રાજ્યના શહેરી કેન્દ્ર અમદાવાદને ધોલેરા સાથે જોડશે. આ એક્સપ્રેસ વે અમદાવાદથી ધોલેરા સુધીનો પ્રવાસ સમય અંદાજે 50% સુધી ઓછો કરશે, જેનાથી મુસાફરીનો સમય 2 કલાક 15 મિનિટથી 1 કલાક થશે.

નોંધનીય છે કે, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વિમાનો માટે વિવિધ ઈન્ટરચેંજ બનાવવામાં આવશે, જેનાથી વિમાની પ્રવાસીઓને સરળ અને સીધો સંપર્ક મળશે. આ એક્સપ્રેસવેથી પ્રદેશના માર્ગ પરિવહનને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમગ્ર ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close