GovernmentInfrastructurePROJECTS

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશમાં સારી કનેક્ટિવીટી સુધારવાના હેતુસર 14 લેન હાઈવે પ્રોજેક્ટ નિર્માણ કરવાની કરી જાહેરાત.

બેંગલુરુ, પૂણે અને સંભાજીનગર વચ્ચે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, 14 લેન ધરાવતો હાઈવે પ્રોજેક્ટ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. આ હાઈવે પ્રોજેક્ટ મુંબઈના અટલ સેતુથી પૂણે તરફ લંબાશે અને રીંગ રોડ દ્વારા બેંગલુરુ સાથે સીધો જોડવામાં આવશે.

આ મહત્વાકાંક્ષી 14 લેન હાઈવે પ્રોજેક્ટનું નિર્માણકાર્ય આગામી છ મહિનામાં શરુ કરી દેવાશે. આ હાઈવે નિર્માણ થવાથી, હાલના મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પરના ટ્રાફિકમાં 50 ટકાનો ઘટાડો કરશે, જે બેગલુરુ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે મુસાફરી કરવામાં ખૂબ સરળ રહેશે.

પૂણેમાં આયોજિત એક કાર્યક્રમમાં નિતીન ગડકરીએ આ વાત કરી હતી. આ ઉપરાંત, ગડકરીએ, ગ્રામીણ અને શહેરી સમુદાયો બંને માટે જીવનની ગુણવત્તાને વધારતી વખતે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ટરને આધુનિક બનાવવાની જરુરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓના ઉત્થાનના પ્રયાસો સાથે સુસંગત હોવું જોઈએ, જે શહેરી સ્થળાંતરમાં ઘટાડો કરવામાં મદદરુપ બનશે.

ઉલ્લેખનીય છે કે, આ હાઈવે પ્રોજેક્ટનો ઉદ્દેશ માત્ર મુસાફરીના સમયને ઓછો કરવાનો નથી પરંતુ ભારતના રોડ નેટવર્કને બદલવાના વ્યાપક વિઝનને સમર્થન આપવાનો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close