મુંબઈના જાણીતા લોઢા ગ્રુપ અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ હાઈ એન્ડ અલ્ટ્રા લક્ઝૂરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માણ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, દેશના સૌથી મોટા ગુજરાતી ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના સાથે જોઈન્ટ વેન્ચર માટે વાતચીત ચાલી રહી છે. લોઢા ગ્રુપ 10,000 સ્કેવર ફૂટની સાઈઝ ધરાવતા 100 યુનિટ નિર્માણ કરશે. આ તમામ યુનિક સ્ટાઈલના એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. આ ઉપરાંત, લોઢા ગ્રુપ અમદાવાદમાં મલ્ટીપલ પ્રોજેક્ટો લાવવવા માટે પણ વિચારી રહ્યું છે. હાલ લોઢા ગ્રુપના માણસો દ્વારા અમદાવાદમાં માર્કેટ સર્વે કરવામાં આવી રહ્યો છે.
લોધા ગ્રુપે, અદાણી શાંતિગ્રામમાં 20,000 સ્કેવર યાર્ડ જમીન લેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે તેવું ચર્ચાય રહ્યું છે. જો કે, લોધા ગ્રુપે, ઈસ્કોન-આંબલી રોડ પર 8000-10000 સ્કેવર યાર્ડનું લેન્ડ પાર્સલ પણ જોઈ રાખ્યું છે. જેની કિંમત પ્રતિવારે 3.35 લાખ હશે અને કુલ પ્લોટની કિંમત 350 કરોડ રુપિયા થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે,લોઢા ગ્રુપ અસાધારણ ઈમારતો બનાવવામાં ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જેમાં સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં અનેક આઈકોનિક બિલ્ડિંગો નિર્માણ કરીને, સીમાચિહ્નો રચ્યા છે. નોંધપાત્ર છે કે, લોઢા ગ્રુપના પ્રોજેક્ટ્સમાં ધ વર્લ્ડ ટાવર્સ, લોઢા અલ્ટામાઉન્ટ, લોઢા પાર્ક અને લોઢા ન્યૂ કફ પરેડનો સમાવેશ થાય છે. લોઢા ગ્રુપ, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની રિયલ એસ્ટેટ ફર્મ સાથે મુંબઈમાં સંયુક્ત સાહસમાં પ્રોજેક્ટ કર્યા છે. આ ઉપરાંત, લોઢા ગ્રુપ યુનાઈટેડ કિંગડમમાં બહુવિધ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.