અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રોપર્ટીની કિંમતમાં છેલ્લા પાંચ વર્ષમાં મોટો વધારો જોવા મળ્યો છે. અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે ક્રેડાઈ અમદાવાદ અને એનારોક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમતોમાં 16 ટકાનો વધારો થયો છે જ્યારે, છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમતોમાં 49 ટકાનો વધારો નોંધાયો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકામાં થયેલા માળખાકીય વિકાસ, અને માનવ જરુરિયાતની સુવિદ્યાઓને કારણે, મોટીસંખ્યામાં ગ્રામિણ વિસ્તારોમાંથી લોકો સ્થળાંતરિત થયા છે. અમદાવાદના આસપાસના વિસ્તારોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં મોટાપ્રમાણમાં મકાનો નિર્માણ પામવાને કારણે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં વેચાણમાં વધારો નોંધાયો છે.
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, 2018માં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત પ્રતિ ચોરસ ફૂટે 3975 રુપિયા હતી, તે વધીને 2024માં 6000 પ્રતિ ચોરસ ફૂટે થઈ ગઈ છે. એટલે ટકાવારીમાં જોઈએ તો, 16 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ ઈલેક્ટેડ શેખર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકામાં રોડ, મેટ્રોરેલ, એરપોર્ટ કનેક્ટવિટી અને અમદાવાદમાં થયેલા માળખાકીય વિકાસને કારણે રેપિડલી ઈકોનોમી બુસ્ટ અપ જોવા મળ્યો છે. પરિણામે, રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે.
એનારોક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના રિપોર્ટના જણાવ્યાનુસાર, કોવિડ-19 બાદ, રિયલ એસ્ટેટ માર્કેટમાં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં મોટો બુસ્ટ અપ જોવા મળ્યો છે. 2021 થી 2024ના ગાળામાં અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં અંદાજે, 141,570 નવા મકાનો નિર્માણ પામ્યા અને 1,30,000 મકાનો સેલ થયા છે. 2021ની તુલનામાં 2023માં મકાનોની વધારો વેચાયા છે તેવું એનારોકના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ(રેસિડેન્શિયલ વિભાગ) મંધિર વિનાયકે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એર્ફોડેબલ હાઉસિંગમાં 2018 ની તુલનામાં 2024માં ઘટાડો નોંધાયો છે.
ક્રેડાઈ અમદાવાદ-એનારોકના સેમિનારમાં આયોજિત ચર્ચામાં અમદાવાદના શહેરી વિકાસ, અર્બન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર ડીઝાઈન અને પ્લાનિંગ અંગે પણ વિસ્તાર પૂર્વક ચર્ચા થઈ હતી. તેમ જ ગુજરાત સરકારની શહેરી વિકાસની પોલિસી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચાનું સંચાલન એનારોકના ચેરમેન અનુજ પુરીએ કર્યું હતું. જેમાં ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઈલેક્ટેડ શેખર પટેલ, શિવાલિક ગ્રુપના એમડી ચિત્રક શાહ, બકેરી ગ્રુપના એમડી પવન બકેરી જોડાયા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.