GovernmentHousingNEWSPROJECTS

ગુજરાત રાજ્યમાં જંત્રીનો દર વધશે, આગામી 3-4 મહિનામાં અમલ થાય તેવી સંભાવના

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ-ચાર મહિનામાં જંત્રીના દરો વધારો થશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. જંત્રીના દરોમાં બજારકિંમત કિંમતની આસપાસમાં વધારો થશે તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટ જણાવ્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ આ દિશામાં પરોક્ષ રીતે નિર્દેશ પણ આપી દીધો છે. અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને કહ્યું છે કે, તમે જે દસ્તાવેજ કરો છો, તે તો જંત્રી રેટ કરતાં વધુ ભાવે જ કરી રહ્યા છો. એટલે જંત્રી પણ બજારકિંમતની આસપાસ કરી દેવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ક્રેડાઈ નેશનલ પ્રેસિડેન્ટ ઈલેક્ટેડ શેખર પટેલ, ક્રેડાઈ ગુજરાત પ્રેસિડેન્ટ દીપક પટેલ, ક્રેડાઈ ગાહેડના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ, ક્રેડાઈ ગુજરાતની રેવેન્યૂ કમિટીના મેન્ટર આશિષ પટેલ, ક્રેડાઈ ગુજરાતની અર્બન કમિટીના ચેરમેન નિલમ દોશી, ક્રેડાઈ ગાંધીનગર પ્રેસિડેન્ટ કિરણ પટેલ, ક્રેડાઈ સુરત પ્રેસિડેન્ટ સુરેશ પટેલ, ક્રેડાઈ રાજકોટ પ્રેસિડેન્ટ પરેશ ગજેરા સહિત અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પોતે રિયલ એસ્ટેટ ડેવલપર અને સિવીલ એન્જીનીયર હોવાથી, જંત્રીનો રેટ, સિવીલ વર્ક, મહેસૂલ વિભાગને સારી રીતે સમજે છે. જેથી, તેઓ એક ઉદાહરણ આપીને બિલ્ડરોને કહ્યું કે, આંબલી વિસ્તારમાં જંત્રીનો દર 20 હજાર હોય, તો તેનો જંત્રી દર 1 લાખ થશે. આવા ઉદાહરણો દ્વારા મુખ્યમંત્રી બિલ્ડરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉદાહરણ પરથી સાબિત થાય છે કે, બજારકિંમત કરતાં 60 ટકાની આસપાસ જંત્રીના દરમાં વધારો થશે.

ક્રેડાઈ ગાંધીનગરના પ્રેસિડેન્ટ કિરણ પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્રેડાઈ ગુજરાત દ્વારા શહેરી વિકાસ, મહેસૂલ અને ડેવલપર્સ સવાલો અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ જંત્રીના દરમાં અંદાજે બજારકિંમતની આસપાસ સુધી વધારો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

તો, સુરત ક્રેડાઈના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જંત્રીના દરોમાં વધારો કરે તો તેમાં કોઈ જ વાંધો નથી પરંતુ, વર્ષે વર્ષે જંત્રીના દરોમાં વધારો કરવામાં આવે તો, બિલ્ડરો અને લોકો પર ભારણ પડે નહિ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જંત્રીના દરોમાં વધારો કરવાની સાથે સાથે રાજ્ય સરકાર પણ પેડ એફએસઆઈ, પ્રિમિયમ અને સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરી તેવી માંગણી વ્યક્ત છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close