રાજકોટ અગ્નિકાંડ જેવા ભાવિમાં કાંડ ના બને, તે માટે સરકાર અમદાવાદમાં હાઈરાઈઝ બિલ્ડિંગોની તપાસ આદેશ આપવા જરુરી
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ, ગુજરાત સરકારે, ગેમ ઝોન, હોસ્પિટલો, સ્કૂલો, ટ્યૂશન ક્લાસિસ, કોલેજ, મોલ, સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ફાયર સેફ્ટીના સાધનો અને તેની વ્યવસ્થાની તપાસ માટેના આદેશ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરોને આપ્યો છે. જે અંતર્ગત હાલ ગુજરાતભરના જિલ્લાઓમાં આ અંગે તપાસ ચાલી રહી છે જેમાં અનેક લાયસન્સ વગર અને ફાયર એનઓસી વગરના ઈમારતો બહાર આવી છે. ત્યારે ગુજરાત સરકારે અમદાવાદ,રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા, ભાવનગર, જૂનાગઢ સહિત તમામ નાના મોટા શહેરોમાં ઓફિસ બિલ્ડિંગોમાં પણ ફાયર સેફ્ટી અંગે કડક તપાસ કરાવવી જોઈએ અને ભવિષ્યમાં આ પ્રકારના અગ્નિકાંડ ના બને તે માટે કાર્યવાહી કરવી જોઈએ. આવનારા દિવસોમાં રાજકોટ જેવી ઘટના ના ઘટે તે માટે રાજ્ય સરકારે અમદાવાદમાં તમામ હાઈરાઈઝ બિલ્ડિંગોની ફાયર સેફ્ટીની તપાસના આદેશ આપવા જરુરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની આ ઘટનાઓ બન્યા બાદ, થોડા દિવસોમાં ગુજરાતભરમાં તમામ નિયમોનું પાલન થશે પરંતુ, જેવા 10 કે 15 દિવસો થશે ત્યારબાદ, સરકાર અને સરકારી મશીનરી અને લોકો આ તમામ ઘટનાને ભૂલીને જેમ હતા તેમ થઈ જશે તેમાં કોઈ બે મત નથી.
કેટલાક મીડીયાના માધ્યમો દ્વારા કરવામાં આવેલી તપાસમાં અમદાવાદ શહેરમાં એએમસી અંતર્ગત આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. જે ખરેખર ખૂબ જ દુખની વાત છે. રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગો હોય કે, લો રાઈઝ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને પ્રકારની બિલ્ડિંગોની ફાયર સેફ્ટી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરીને આવનારા દિવસોમાં આવો બીજો અગ્નિકાંડના બને તે માટે સાવચેતી અને કડક પગલાં લેવા જરુરી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અમદાવાદ, સુરત સહિત કેટલાક શહેરોમાં આવા અગ્નિકાંડ બન્યા છે અને તેના આરોપીઓ થોડા દિવસોમાં જામીન પર મુક્ત થઈ જાય છે. ગુજરાત સરકારે આ પ્રકારના કમકમાટી ભરી ઘટનાઓ ના ઘટે તે માટે રાજ્ય સરકારે કડકમાં કડક નિયમો બનાવે અને તેના અમલ માટે નોડલ એજન્સીઓની રચના કરે છે. પછી તેમાં કોઈ પણ પ્રકારની વગ ધરાવતા આરોપીઓને બક્ષવા ના આવે તેવી કાયદો બનાવવો જોઈએ. તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારની ઘટનાઓને ટાળવા અને આ પ્રકારની ઘટનાઓમાં આરોપીને કડક સજા થાય તે માટે એક ખાસ કોર્ટની પણ રચના કરવામાં આવે.
આ પ્રકારની ઘટનાઓને અટકાવે માટે પહેલાં તો, જાહેર જનતાએ જાગૃત બનવું પડશે કારણ કે, જ્યાં પણ તમને લાગે અહીં ખોટી થઈ રહ્યું છે તો તેનો વિરોધ કરો અને જાગૃત બનો. તો પણ આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના ટાળી શકાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.