ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાવધાન, ગુજરાતમાં પણ લાગી શકે છે આ નિયમો
મહારેરા ઓથોરિટીએ મહારાષ્ટ્રના તમામ ડેવલપર્સને આદેશ કર્યો છે કે, તમામ હાઉસિંગ પ્રોજેક્ટમાં ડેવલપર્સ દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાઓ લખીને આપવી જરુરી છે.
હાઉસિંગ પ્રોજેક્ટનું વેચાણ શરુ કરતી વખતે બિલ્ડરે જણાવવાનું રહેશે કે પરિસર કેટલું મોટું હશે અને સોસાયટીમાં સ્વિમિંગ પૂલ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, જીમ, કોમ્યુનિટી હોલ, સોસાયટી ઓફિસ સહિતની સુવિધાઓ કયારે ઉપલબ્ધ થશે. તમને જણાવી દઈએ કે હાલમાં ફ્લેટના વેચાણ દરમિયાન ગ્રાહકોને ઉપલબ્ધ સુવિધાઓની જ માહિતી આપવામાં આવે છે. આ લાભ ક્યારે મળશે તે અંગે લેખિતમાં કોઈ ઉલ્લેખ નથી. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે, મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ( MAHARERA ) એ સોસાયટીઓમાં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી છે. સૂચિત ડ્રાફ્ટ મુજબ, વેચાણ કરાર આપતી વખતે, બિલ્ડરે સોસાયટીમાં ઉપલ્બધ તમામ સુવિધાઓની વિગતો અને તે ઉપલબ્ધ કરાવવાની તારીખ લખવાની રહેશે.
નવા નિયમોના ડ્રાફ્ટ રેરાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે. જો કે, આનો અમલ કરતાં પહેલા રેરાએ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાસેથી 27 મે સુધી સૂચનો માંગ્યા છે.
સૌજન્ય-બિલ્ટ ઈન્ડિયા