GovernmentNEWSOthers

ગડકરી બાદ, અમિતાભ કાંતે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ કારને અલવિદા કહેવાનો પાકી ગયો છે સમય

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બાદ, G20 શેરપા અને નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે સમજાવ્યું છે કે, શા માટે પેટ્રોલ કારને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અમિતાભ કાંતે ઈન્ટરનલ કમ્બશન એન્જિન (ICE)ને ‘ડેડ ટેક્નોલોજી’ ગણાવી છે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જ ભારતમાં 36 કરોડથી વધુ પેટ્રોલ અને ડીઝલ વાહનોને હાયબ્રિડ વાહનો પર જીએસટી ઘટાડવાની સાથે સાથે છૂટકારો મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.”સો ટકા, તે મુશ્કેલ છે પણ અશક્ય નથી, આ મારું વિઝન છે,તેવું ગડકરીએ મીડીયા સામે જણાવ્યું હતું.

વધુમાં ગડકરીએ કહ્યું હતું કે, ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડનો ખર્ચ કરે છે, જે ખેડૂતોના જીવનને સુધારવા, ગામડાની સમૃદ્ધિ વધારવા અને યુવા રોજગાર પેદા કરવા તરફ રીડાયરેક્ટ કરી શકાય છે. જો કે, તેમણે આ મહત્વાકાંક્ષી લક્ષ્ય માટે કોઈ જ સમયમર્યાદા સ્પષ્ટ કરી ન હતી.

હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5% અને ફ્લેક્સ એન્જીન માટે 12% કરવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને વિચારણા માટે મોકલવામાં આવ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close