ટોલ રેટમાં હાલ પૂરતો કોઈ જ વધારો નહી, જૂના જ ભાવ ચાલશે – NHAI ની જાહેરાત
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાત્રે NHAI એ દરેક જગ્યાએ મૌખિક માહિતી આપી હતી કે અત્યારે ટોલ વધારવો જોઈએ નહીં.
સૂત્રોના જણાવ્યાનુસાર ચૂંટણીના કારણે આ માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ટોલ વધારો અટકાવી દીધો છે. સોમવારે તમામ ટોલ પ્લાઝા પર જૂના દરો પર ટોલ લાદવામાં આવ્યો હતો. આનાથી વાહનચાલકોને રાહત મળી હતી અને તેઓએ વધારે ટોલ ચૂકવવો પડ્યો ન હતો.
NHAI સાથે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે ટોલના દરમાં પાંચ ટકાનો વધારો થવાનો છે. દરેક એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે માટે સૂચિત વધારો અલગ-અલગ હતો. ટોલ ટેક્સમાં કોઈ વધારો ન થવાને કારણે દિલ્હી-જયપુર, દિલ્હી-આગ્રા, દિલ્હી-અંબાલા, દિલ્હી-રોહતક, નેશનલ હાઈવે તેમજ દિલ્હી-મુંબઈ, દિલ્હી-મેરઠ અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર દરરોજ મુસાફરી કરતા લાખો ડ્રાઈવરોને રાહત મળી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ સમાચાર