ઓલિમ્પિક ગેમ્સ્-2036 ને ધ્યાનમાં લઈને, મેટ્રોરેલને મણિપુર-શિલજ સુધી લંબાવવાશે- સરકારી સૂત્રો
2036માં ભારત જ્યારે ઓલિમ્પિક ગેમ્સ્ નું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારીઓ પણ ભારતે પૂરજોશમાં શરુ કરી દીધી છે. અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ્ ને લઈને અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામવા જઈ રહ્યા છે.જેમ કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રથમ ઓલિમ્પિક ગેમ્સ્ ટ્રેનિંગ કોમ્પ્લેક્ષ નિર્માણ પામી રહ્યું છે.જેનું નિર્માણ ગુજરાતની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરાઈ રહ્યું છે. અમદાવાદ મેટ્રોરેલ લાઈનને થલતેજથી મણિપુર અને શિલજ ચોકડી સુધી જોડવામાં આવશે અને વૈષ્ણોદેવી અને ચાંદખેડા થઈને મોટેરા સુધી લંબાવવામાં આવશે, કારણ કે, મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બની રહ્યું છે.
થલતેજ ગામથી શિલજ સુધી મેટ્રોરેલ લાઈનને, હાલની રેલ્વે લાઈનની સમાંતર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે, આ મેટ્રોરેલ લાઈનને મણિપુર સુધી લંબાવવામાં આવશે, જ્યાં સૂચિત ઓલિમ્પિક્સ ગામનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “આ મેટ્રોરેલ લાઈન બોપલ, શેલા, ઘુમા અને આસપાસના વિસ્તારોને આવરી લેશે.
તો, સેટેલાઈટ, પ્રહલાદનગર, સરખેજ જેવા શહેરના પશ્ચિમ બાજુના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ માટે ફીડર બસની સુવિધા શરૂ કરવામાં આવશે. અને આ મિની બસો વિવિધ વિસ્તારોમાંથી લોકોને લઈ જશે. થલતેજ, મણિપુર અને શિલજ જેવા મુખ્ય જંકશન બનશે, જેથી જ્યાંથી અમદાવાદના વિવિધ ભાગો અને ગાંધીનગર સુધી પણ સરળતાથી મેટ્રો રેલ સેવાનો લાભ લઈ શકાશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.