વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ,ધોલેરાની મુલાકાત લે તેવી સંભાવના.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ધોલેરા સરની મુલાકાત લેશે તેવી પણ સંભાવના રહેલી છે. રુપિયા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું સંચાલન અને તેના અમલીકરણ કરવા માટે ગુજરાત સરકારે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની રચના કરી છે. જે અંતર્ગત હાલ તમામ કામો થઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે સવારે 10થી 11-30 વાગ્યાની વચ્ચે સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાઈ શકે છે, તેવી સંભાવના છે, પરંતુ હજુ સુધી, કોઈ પુષ્ટિ થઈ નથી.
નોંધનીય છે કે, 12 માર્ચે ગુજરાત મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે. ત્યારબાદ, 13 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું આયોજન છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.