GovernmentInfrastructureNEWSPROJECTS
અમદાવાદમાં બનશે બે નવા ફ્લાય ઓવરબ્રિજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ માટે 185 કરોડ રુપિયા ફાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 20 ફ્લાય ઓવર બ્રિજ નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર 7 બ્રિજને રુપિયા 612 કરોડ રુપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાતનાં મેગા સિટી અમદાવાદમાં હજુ 2 નવા ફ્લાયઓવપ બ્રિજ નિર્માણ કરવામાં આવશે. જેમાં 652 મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર બનશે જેનો અંદાજિત ખર્ચ 98.18 કરોડ રહેશે. જ્યારે બીજો ફ્લાયઓવર બ્રિજ 779 મીટરનો બ્રિજ પંચવટી જંક્શન પર બનશે. આ ફ્લાયઓવર અંદાજે 98.18 કરોડના ખર્ચે બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.