GovernmentInfrastructureNEWSPROJECTS

Paytm હવે ફાસ્ટેગ ઈશ્યૂ કરી શકાશે નહીં : NHAIને ઓથોરાઇઝ્ડ બેંકોની યાદીમાંથી હટાવી, 2 કરોડ યૂઝર્સને અસર થશે અસર

હવે Paytm ફાસ્ટેગ યુઝર્સે નવું ફાસ્ટેગ લેવું પડશે. કારણ કે તેને જારી કરનાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ની સંસ્થા ઈન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની (IHMCL)એ પેટીએમ પેમેન્ટ બેંકને તેની નોંધાયેલ બેંકોની યાદીમાંથી દૂર કરી દીધી છે.

એટલે કે Paytm હવે નવું Fastag જારી કરી શકશે નહીં. હવે તમારે તમારું Paytm ફાસ્ટેગ સરેન્ડર કરવું પડશે અને અધિકૃત બેંકમાંથી નવું ખરીદવું પડશે. Paytm પેમેન્ટ બેંક પર RBIની કાર્યવાહી બાદ IHMCLએ આ પગલું ભર્યું છે. તેનાથી લગભગ 2 કરોડ યુઝર પ્રભાવિત થશે.

IHMCLએ કહ્યું કે આજે જ નવું ફાસ્ટેગ ખરીદો
32 બેંકોની યાદી બહાર પાડતી વખતે, IHMCLએ તેની X પોસ્ટમાં લખ્યું, ‘Fastag સાથે મુશ્કેલીમુક્ત મુસાફરી કરો, નીચે આપેલી અધિકૃત બેંકોમાંથી આજે જ તમારું Fastag ખરીદો.’

29 ફેબ્રુઆરી સુધી ઉપયોગ કરી શકાશે
જો કે, જો તમારી પાસે પેટીએમનું ફાસ્ટેગ છે, તો તમે 29 ફેબ્રુઆરી સુધી તેનો ઉપયોગ કરી શકશો. પરંતુ આ દિવસ પછી તમારે નવું ફાસ્ટેગ લેવું પડશે. નિયમો અનુસાર, જો ફાસ્ટેગ દ્વારા ચુકવણી ન કરવામાં આવે તો ડબલ ટોલ ચૂકવવો પડશે.

તમે PhonePe પરથી નવું ફાસ્ટેગ ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો

  • PhonePe ખોલો અને અહીં Buy Fastag પર ટેપ કરો.
  • તમારો PAN, વાહન નોંધણી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો અને ચાલુ રાખો પર ટેપ કરો.
  • આગલા પેજમાં, વાહન નોંધણી નંબર અને મોડેલ નંબર દાખલ કરો અને ચાલુ રાખો પર ટેપ કરો.
  • તમારું વિતરણ સરનામું દાખલ કરો અને ચાલુ રાખો પર ટૅપ કરો.
  • આ પછી તમારે પેમેન્ટ કરવાનું રહેશે.

ફાસ્ટેગ ઓફલાઈન પણ લઈ શકાય છે
આ સિવાય તમે બેંક અથવા ફાસ્ટેગ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પણ ફાસ્ટેગ લઈ શકો છો. તમે ત્યાં જઈને જરૂરી દસ્તાવેજો આપીને અને નિર્ધારિત ફી ભરીને ફાસ્ટેગ મેળવી શકો છો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close