જૂઓ બેદરકારીનો વિડીયો, વડોદરાના હરણી તળાવની ગોઝારી ઘટના બાદ, પણ લોકો અને બોટના સંચાલકો સુધરતા નથી.

તમે જોઈ રહ્યો છો, તે વિડીયો બેટ દ્વારકાનો છે, બોટમાં બેસીને બેટ દ્વારકામાં ભગવાન દ્રારકાધીશનાં દર્શને જતા પ્રવાસીઓનો છે. અહીં આપ જૂઓ, વડોદરાના હરણી તળાવની ઘટના બન્યા બાદ, પણ હજુ બોટમાં ઓવરલોડ પ્રવાસીઓને ભરીને બેટ દ્વારકા લઈ જવામાં આવી રહી છે. જે ખરેખર ખતરનાક સાબિત થઈ શકે. તેમાંય એક પણ પ્રવાસીએ લાઈફઝેકેટ પણ પહેર્યુ નથી આવું કેવી રીતે ચાલે છે તે એક મોટો સવાલ છે.
હરણી તળાવ જેવી ગોઝારી ઘટનાઓ વારંવાર ના થાય તે માટે કેન્દ્ર સરકાર અને દેશના તમામ રાજ્ય સરકારોએ ઓવરલોડ વિરુદ્ધનો કડક કાયદો ઘડવો જોઈએ અને તેનો સખતાઈથી અમલ કરાવો જોઈએ. હંમેશા નાની રકમની લાલચ કે ઉતાવળને કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જે દરેક સમાજ માટે દુ:ખ દાયક અને હદયને કંપાવી દે છે. જેથી, કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોએ કોઈ પણ પ્રકારના ઓવરલોડ જેમ કે, ટ્રકમાં વધારે પડતો માલ ભરવો, પેસેજન્સર વાહનોમાં વધારે પડતાં મુસાફરો ભરવા, નૌકા અને બસમાં વધારે મુસાફરો બેસાડવા, સ્કૂલ બસમાં વધારે પડતાં વિદ્યાર્થીઓ ભરવા, લક્ઝરી બસમાં પ્રવાસી ભરવા તેમજ રોપ વે કે અન્ય ટુરિઝમ પ્લેસ પર ઓવરલોડ પ્રવાસીઓને મુસાફરી કરવી આ પ્રકારના ઓવરલોડ ક્યારેય ગોઝારી ઘટનાઓનું પરિણામ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે ગુરુવાર સાંજે વડોદરાના વાઘોડિયા નજીક હરણી તળાવમાં પ્રાથામિક શાળા વિદ્યાર્થીઓ ભરેલી એક બોટ પલટી ખાતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત કુલ 12 લોકો મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોચી ગયા અને તમામ ઘટનાનું નિરીક્ષણ કરીને દુખ વ્યક્ત કર્યુ હતું. ત્યારબાદ તપાસના આદેશ આપ્યા અને ગુનેગારો સામે તપાસ ચાલુ છે. પરંતુ માત્ર ગુનેગારો સામે એકલી તપાસ કરવાથી આ પ્રકારની ઘટનાઓ સંપૂર્ણ દૂર થશે કે નહી તે એક મોટો સવાલ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.