અમદાવાદમાં ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શો શરુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેરા કાર્પેટ એરિયાને આપ્યું સમર્થન.
આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, ક્રેડાઈ નેશનલના ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ શેખર પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન ચિત્રક શાહ, ક્રેડાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલ, સેક્રેટરી નિલય પટેલ, સેવી સ્વરાજના એમડી જયક્ષ શાહ સહિત તમામ કોર કમિટીના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રેરા કાર્પેટ એરિયા મુજબ, સેલિંગ કરવાની ક્રેડાઈ અમદાવાદની પહેલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સરકાર આપની સાથે જ છે. વધુમાં તેમણે ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે કપાતમાં 5ટકા રાહત આપવા માટે રાજ્ય સરકાર વિચારશે અને તેમાં હકારાત્મક જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, ગાહેડ પ્રોપર્ટી શોમાં અમદાવાદ સિટીને પ્રદૂષણ મુક્ત અને ગ્રીન સિટી બનાવવા માટે ક્રેડાઈ અમદાવાદે એક મોમેન્ટ ચલાવી છે. અને જે અંતર્ગત, અમદાવાદના નજીકમાં એક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે જેમાં એક લાખ વૃક્ષો વાવવામાં આવશે. તેની સાથે 50 સિટી સ્કૂલોને ઉપગ્રેડ કરવા માટે એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.