વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી કરશે, દુબઈ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, મોટીસંખ્યા હાજર રહેશે હરિભક્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14ફેબ્રુઆરી-2024માં અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, જે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક પરમ પૂજ્ય સહજાનંદ સ્વામીની અસીમ કૃપા અને પૂજય પ્રમુખ સ્વામીની અથાક મહેનત સાથે પૂજ્ય મહંત સ્વામીના વર્તમાન માર્ગદર્શન અંતર્ગત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવ્યું છે.
BAPSના પૂજ્ય સંતશ્રી સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસના વડપણ હેઠળ, ગુરુવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન વડાપ્રધાન મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને 14 ફેબ્રુઆરીના રોજ ઉદ્દઘાટન માટેનું આમંત્રણ આપ્યું હતું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણને અત્યંત સન્માન સાથે સ્વિકાર્યું હતું અને આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દુબઈમાં નિર્માણ પામેલા હિન્દુ મંદિરને ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમના ઉત્સાહને સમર્થન આપ્યું હતું.
લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં, BAPS સંત ગણે વૈશ્વિક સંવાદિતા માટે અબુ ધાબી મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે મોદીના વિઝન અંગે ચર્ચા કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય-દેશગુજરાત