GovtInfrastructureNEWSPROJECTS

અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિ.મી.ના એસ.પી. રીંગને બનાવવાશે સિક્સ લેન રીંગ રોડ

અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિલોમીટરનો એસ.પી. રીંગ રોડને સિક્સ લેન રોડ બનાવવા માટે ઔડાએ નિર્ણય લીધો છે. જો કે, ચાર વર્ષ પહેલાં એટલે કે, 2019માં એસ.પી. રીંગ રોડને સિક્સ લેન બનાવવાનો નિર્ણય લેવાયો હતો અને 200 કરોડમાં પ્રોજેક્ટ કોસ્ટ પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક કારણોસર બંધ રહ્યો હતો. તે જ નિર્ણયને ફરીથી જાગૃત કરીને એસ.પી.રીંગને સિક્સ લેન બનાવવામાં આવશે.

DCIM\100MEDIA\DJI_0088.JPG

હાલમાં એસ.પી. રીંગ રોડ સર્વિસ રોડ સાથે ચાર લેન રોડ છે. જેમાં નવા પ્લાન મુજબ હાલની એક લેન પહોળાઈ 8.5 મીટર છે, તેના બદલે 12.5 મીટર પહોળાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિલોમીટર રોડ અમદાવાદ શહેર વિકાસની ધોરીનસ છે. હાલમાં એસ.પી. રીંગ રોડ પર પ્રતિ દિવસે 30 લાખ વાહનો પ્રસાર થાય છે. એસ.પી. રીંગ રોડ કુલ છ નેશનલ હાઈવેને જોડે છે અને 11 સ્ટેટ હાઈવેને કનેક્ટ કરે છે. ગુજરાતભરમાં જવા માટે એસ.પી. રીંગ રોડ એક માત્ર રીંગ રોડ છે અને અભિન્ન અંગ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં જવા માટે એસ.પી. રીંગ રોડ જ છે.

DCIM\100MEDIA\DJI_0076.JPG

વર્તમાનનો સિક્સ લેન એક્સટેન્શન પ્લાન મુજબ, ઔડા દ્વારા રીંગ રોડ પર ગટર, પદયાત્રીઓને કોઈ જ તકલીફ ના પડે તે માટે સુરક્ષિત પદયાત્રી પગદંડી બનાવવામાં આવશે. વરસાદી પાણી અને સ્ટ્રોમ વોટરના નિકાલ માટે પાઈપલાઈન ઈન્સ્ટોલ કરવામાં આવશે. આ ઉપરાંત, રીંગ રોડ પર આવેલા તમામ ફ્લાયઓવર બ્રિજને અપગ્રેડ કરશે અને રોડની બંને બાજુ વૃક્ષો પણ વાવવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close