વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે SDBનું કરશે ઉદ્દઘાટન,હીરા ઉદ્યોગને મળશે ગ્લોબલી બુસ્ટ અપ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. અને વિશ્વભરમાં હીરાનો વેપાર માટે કેન્દ્ર સમા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસિસ, અને શો રુમ ચલાવનાર તમામ વેપારીઓ પ્રોત્સાહિત કરશે.
ઉલ્લેખનીય છેકે, 3200 કરોડના ખર્ચે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સમાં હાલ 4200 ઓફિસિસ અને દુકાનો સહિત શો રુમનો સમાવેશ થાય છે. ડાયમંડ બુર્સના જણાવ્યાનુસાર, મોટાભાગની ઓફિસિસ અને દુકાનો હાલ ચાલુ કરી દેવામાં આવી છે. મુંબઈ હીરાનો વ્યવસાય કરનાર મોટી સંખ્યાંમાં વેપારીઓ પોતાની માતૃભૂમિ પર વેપાર શરુ કર્યો છે.
ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે સમયમર્યાદામાં સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગ નિર્માણ કર્યુ છે. જો કે, કોવિડ-19 દરમિયાન પણ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ નિર્માણકાર્ય ચાલુ રાખીને સુરત ડાયમંડ બુર્સનું નિર્માણકાર્ય સમયમર્યાદમાં પૂર્ણ કર્યુ છે. આ રીતે પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડ હંમેશા પડકારરુપ કામોને તેનાં લક્ષ્ય સુધી પહોંચડવામાં દેશમાં મોખરે છે.
ઉલ્લેખનીય છે કે, પંચ તત્વની થીમ બેઝ પર નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં પાંચ કુદરતી તત્વોને આધારિત બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં હવા, પાણી, આગ, પૃથ્વી અને આકાશ આ પાંચેયની સંવાદિતા સાધીને સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કરવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.