GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાત સરકારે, ઓલિમ્પિક ગેમ્સ્ ના ઈન્ફ્રા.માટે સ્થાનિક અને વિદેશી કંપનીઓને JVમાં નિર્માણ માટે આપી મંજૂરી

ઓલિમ્પિક ગેમ્સ્ 2036નું યજમાન પદ ભારત કરશે, તેવી પ્રબળ સંભાવના ભાગરુપે, ભારત સરકારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઓલિમ્પિક ગેમ્સ્ ના રમત-ગમત સંકુલોના નિર્માણ માટે તૈયારીઓ હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડે સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ અને વિદેશી કંપનીઓ સાથે રહીને જોઈન્ટ વેન્ચરમાં ગુજરાતના અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સ્ માટે રમત ગમત સંકુલ નિર્માણ કરવા ગુજરાત સરકારે લીલીઝંડી આપી છે.  ઓલિમ્પિક ગેમ્સ્ ને પગલે, ગુજરાત સરકારે એન્ક્લેવ અને ઓલિમ્પિક વિલેજના વિકાસ માટે 350 એકરથી વધુ જમીન ફાળવી છે.

અમદાવાદના મોટેરામાં સ્પોટર્સ એન્ક્લેવમાં વિશ્વ સ્તરીય માળખાકીય સુવિદ્યાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કોર્પોરેશને પ્રોજેક્ટની ડીઝાઈન, એન્જીનીયરીંગ માટે સલાહકારોની નિમણૂંક માટે અરજીઓ મંગાવી છે. અંદાજે 6000 કરોડનો પ્રોજેક્ટ હશે. સંભવિત બિડર્સ તેમના ટેન્ડરો સબમિટ કરવા માટે 3 જાન્યુઆરી-2024 સુધીનો સમય છે, જેના પછી “વિઝન ઓલિમ્પિક્સ” રસ ધરાવતા પક્ષો સાથે શેર કરવામાં આવશે. ત્યારબાદ તેઓએ તેમની ડીઝાઈન અને દરખાસ્તો સબમિટ કરવાની જરુર રહેશે. ત્યારબાદ અંતિમ બિડર પસંદ કરવામાં આવશે. .

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર,માળખાકીય વિકાસ માટેની બ્લૂપ્રિન્ટ અને રોડમેપ પૂર્ણતાને આરે છે, GOLYMPIC આ મહિનાના અંત સુધીમાં “વિઝન ઓલિમ્પિક્સ” નું અનાવરણ કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, 2027 સુધીમાં એન્ક્લેવ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે. જેથી ઓલિમ્પિક ગેમ્સ્ પહેલાં એશિયાડ ગેમ્સ્, કોમન વેલ્થ ગેમ્સ્, અને નેશનલ ગેમ્સ્ ઈવેન્ટ માટે મેદાનો આપી શકાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય – અમદાવાદ મિરર

Show More

Related Articles

Back to top button
Close