આજે માઈક્રોન કંપની અને સરકાર, બેંક વચ્ચે TRA(ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ)થયા
સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય કંપની માઈક્રોન ટેક્નોલોજીનો ભારતનું ઓટોહબ સાણંદ ખાતે આકાર લઈ રહ્યો છે. ત્યારે તેના પ્લાન્ટનું નિર્માણ ઝડપી થાય તેવા હેસુતર આજે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ભારત સરકાર, ગુજરાત સરકાર, માઈક્રોન કંપની અને ICICI બેંક વચ્ચે TRA (ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ) ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની વીડિયો કોન્ફરન્સથી ઉપસ્થિતિ પણ ખૂબ પ્રોત્સાહક બની હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતને સેમિકન્ડક્ટકર ક્ષેત્રનું હબ બનાવવાનો ગુજરાત સરકારનો નિર્ધાર છે. માઈક્રોન કંપનીનો પ્લાન્ટ સફળ થાય અને ગુજરાત સહિત દેશભરમાં મોટી રોજગારીનું સર્જન કરશે.
ગુજરાતમાં માઈક્રોન સહિતની અનેક કંપનીઓને મળી રહ્યો છે. ગુજરાત સરકારની ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની નીતિથી ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું ફાસ્ટ ઈમ્પ્લીમેન્ટેશન સંભવ બન્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ સોશિયલ મિડીયા