Civil EngineeringGovernmentHousingInfrastructureNEWSPROJECTS

કેન્દ્રીય મંત્રી ગડકરીએ કન્સ્ટ્રક્શન કોસ્ટ અને ક્વૉલિટી સુધારવા માટે કૉન્ટ્રાક્ટરોને કરી અપીલ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ચાર દિવસીય ઈન્ડિયન રોડ કોંગ્રેસની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રોડ-હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતને કુલ 2000 કરોડ રુપિયાની ફાળવવાની જાહેરાત કરી હતી.જેમાં 1000 કરોડ સેતુ ભારત પ્રોજેક્ટ માટે અને 1000 કરોડ અન્ય પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે.  

આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશના સિવીલ એન્જીનીયર્સને આધુનિક ભારતના વિશ્વકર્મા ગણાતા જણાવ્યું હતું કે, રોડ અને બિલ્ડિંગ નિર્માણ કરતા દેશના સિવીલ એન્જીનીયર્સ વિશ્વકર્મા છે કારણ કે, તેઓએ જે નિર્માણકાર્યો કર્યા છે, તે લોકો ક્યારેય ભૂલતા નથી. હંમેશા સારા અને ગુણવત્તાવાળા કામો લોકો વર્ષો સુધી યાદ કરે છે અને તે જ સારા કામો કરનારાઓ સૌથી મોટું સન્માન છે.

વધુમાં ગડકરીએ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા કામોનાં ઉત્તમ ઉદાહરણો આપીને, રોડ અને બિલ્ડિંગ સેક્ટરમાં કામ કરતા બિઝનેસમેનોને ગર્ભિત રીતે જણાવ્યું હતું કે, હંમેશા નીતિમત્તા,ગુણવત્તાસભર નિર્માણકામો કરો અને સામે સરકારે પણ સારા કાર્યો કરનારાઓેને સન્માનિત કરે.

આ ઉપરાંત, ગડકરીએ રોડ કન્સ્ટ્રક્શનમાં મહત્વની ચાર બાબતો પર ભાર મૂક્તાં જણાવ્યું હતું કે, 1.કોસ્ટ ઈફેક્ટીવ લેસ(કન્સ્ટ્રક્શન ક્વૉલિટીમાં કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વગર, કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી કરવી) 2. સારા કામ કરનારા લોકોને પ્રોત્સાહિત કરવા, 3. સમયમર્યાદા, પારદર્શિતા અને પ્રમાણિકતા સાથે પ્રોજેક્ટ પૂર્ણ કરવા, 4. રોડ નિર્માણ કરવા માટે વપરાતા મટેરીયલનો વિકલ્પ શોધવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચાર દિવસીય ઈન્ડિયન રોડ કોંગ્રેસ કોન્ફરન્સ- પ્રદર્શનનો બીજો દિવસ હતો. જેમાં કેન્દ્રીય રોડ હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન તેઓ પ્રદર્શનમાં કન્ટ્રક્શન ટેક્નોલોજી અને રોડ નિર્માણ અંગેના મટેરીયલ અંગેના લાગેલા સ્ટોલની મુલાકાત લઈને, સ્ટોલ લગાવનાર બિઝનેસમેનોનો ઉત્સાહ વધાર્યો હતો.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

One Comment

  1. Pingback: lakeside cafe
Back to top button
Close