ક્રેડાઈ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે દીપક પટેલ અને યુથ વિંગના ચેરમેન તરીકે પાર્થ પટેલની નિમણૂંક
ગાહેડના પૂર્વ પેસિડેન્ટ અને અમદાવાદના જાણીતા સિદ્ધિ ગ્રુપના એમડી દિપક પટેલની ક્રેડાઈ ગુજરાતના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે, ઓનેરરી સેક્રેટરી તરીકે પ્રેરણા ઈન્ફ્રાબિલ્ડના એમડી સંકેત શાહની નિમણૂંક કરવામાં આવી છે. તો, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન તરીકે જસમતભાઈ વિડીયાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ખજાનચી તરીકે સોહમ ગ્રુપના ડાયરેક્ટર તુષાર લાખાણી વરણી કરાઈ છે,આ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે.
ક્રેડાઈ ગુજરાતની યુથ વિંગના ચેરમેન તરીકે કવિશા ગ્રુપ એમડી પાર્થ પટેલની નિમણૂંક કરાઈ છે. અને કન્વીનર અને કો. કન્વીનર તરીકે અનુક્રમે, અમદાવાદના પારસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર ચિન્મય શાહ અને સુરતના સોહમ ગ્રુપના ડાયરેક્ટર તુષાર લાખાણીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ક્રેડાઈ ગુજરાતના સેક્રેટરી તરીકે લાઈફ સ્ટાઈલના ડાયરેક્ટર ગોપી પટેલ અને ખજાનચી તરીકે લોટસ ગ્રુપના ડાયરેક્ટર રોનક પટેલની વરણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,28 ઓક્ટોબરના રોજ દીવ ખાતે ક્રેડાઈ ગુજરાતની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં વર્ષ 2023થી 2025 માટે ક્રેડાઈ ગુજરાતની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તા. 27 ઓક્ટોબરના રોજ અમદાવાદના ગાહેડ હાઉસ ખાતે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ચેરમેન અને ખજાનચીની નિમણૂંક કરવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.