Civil EngineeringCivil TechnologyGovernmentNEWS
આજે નવ ભારતના શિલ્પીકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ, ‘Yashobhoomi’ convention centre’ નું કરશે ઉદ્દઘાટન
આજે નવ ભારતના શિલ્પીકાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ છે. ત્યારે મોદી તેમના જન્મદિવસ પર સવારે 11:30 કલાકે, દિલ્હીના સેક્ટર-25 આવેલા દ્વારકા ખાતે નિર્માણ પામેલા ‘યશોભૂમિ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શનલ સેન્ટર’નું ઉદ્ઘઘાટન કરશે. તદ્દઉપરાંત, વડાપ્રધાન મોદી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનનું ઉદ્દઘાટન કરશે તેવી સંભાવના છે. ત્યારે અહીં જોઈએ યુશોભૂમિ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેશનલ સેન્ટરની વિશિષ્ટતાઓ.
યશોભૂમિ- ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શનલ સેન્ટરની ખાસિયાતો.
- 4400 કરોડના ખર્ચે નિર્માણ પામેલું યશોભૂમિ સેન્ટર કુલ 73000 સ્કેવર ચોરસ મીટરમાં પથરાયેલું છે. આ સેન્ટરમાં 15 કન્વેન્શનલ રુમ સહિત એક મુખ્ય ઓડિટોરીયમ છે. તેમજ ગ્રાન્ડ બોલરુપ અને 13 મિટીંગ રુમ સાથે એક સાથે 11000 ડેલિગેટ્સ બેસી શકે તેવી વ્યવસ્થા ધરાવે છે.
- યશોભૂમિ બિલ્ડિંગનું ફસાડ એલઈડી મીડિયાથી સજજ્ છે. તેમજ એક સાથે 2500 મહેમાનો બેસી તેવા બોલરુમ છે. તેમજ હાઈ સિક્યુરીટી ધરાવતું સેન્ટર છે.
- કન્વેશનલ સેન્ટરમાં 1,0,7000 સ્કેવર મીટર પ્રદર્શન એરિયા છે. જેમાં વિશ્વભરની મોટામાં મોટી મિટીંગનું આયોજન કરી શકાય તેવા મિટીંગ રુમ, કોન્ફરન્સ હોલ અને પ્રદર્શન હોલનો સમાવેશ થાય છે. સાથે પ્લેનરી હોલમાં 6000 ગેસ્ટ બેસી શકાય તે રીતે ડીઝાઈન કરવામાં આવ્યો છે.
- યશોભૂમિ ન્યૂ મેટ્રો સ્ટેશનને દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ સાથે કનેક્ટ કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment