આખા અમદાવાદને પૂરો વિશ્વાસ છે, કારણ કે ‘યહ ઘર કી બાત હૈ’

અમદાવાદના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાન્વી નિર્માણે નવું કેમ્પેઈન લોન્ચ કર્યુ છે, જે કંપનીના ડીએનએનું સાક્ષાત્કાર કરાવે છે. આ બ્રાન્ડ કેમ્પેઈનનું નામ આપ્યું છે ‘યહ ઘર કી બાત હૈ’ અને આ વાક્યમાં કંપનીની ગ્રાહક-કેન્દ્રિતા, R & D, નૈતિકતા, વિશ્વાસ, અને ગ્રાહકની લાઈફ સ્ટાઈલને અપગ્રેડ કરવા તરફની પોતાની આગવી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

‘યહ ઘર કી બાત હૈ’ એવું વાક્ય છે જે કોઈપણ ભારતીય ઘરમાં સૌથી વિસ્તૃત રીતે ઉપયોગ થાય છે. અને તે એકતા, પારસ્પરિક સંબંધ અને પારિવારિક બોન્ડને સૂચવે છે. આ બોન્ડને સાન્વી નિર્માણને તેમના ગ્રાહકોથી સાંકળે છે અને આજ વિશ્વસનીયતાનો બોન્ડ કંપનીના વિવિધ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં, સહાયક સેવાઓમાં અને ઘર ખરીદદારો સાથેની ડીલમાં પણ વર્તાય છે.

કંપનીના સંસ્થાપક અંકુર દેસાઈ જણાવે છે કે, ‘યહ ઘર કી બાત હૈ’ એ ભાવના છે જે આશ્વાસન આપે છે, પરસ્પર સમજૂતીની રુપરેખા આપે છે અને એ જ આપણે આપણા ઘરોમાં અને પરિવારોમાં જોઈ શકીએ છીએ. તદ્દઉપરાંત કંપનીના સહ-સંસ્થાપક શૈવલ પટેલ પ્રમાણે “ઘરનું ઘર લેવું એ લોકોનું એક મહત્વપૂર્ણ સપનું હોય છે અને એક રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે અમે તે લોકોની સાથે ભાવનાત્મક રીતે જોડાવવાનો લક્ષ્ય રાખ્યો છે.”
‘યહ ઘર કી બાત હૈ’ ના કેન્દ્રબિંદુમાં પ્રમુખ અભિનેતા અને કલાકાર શરદ કેલકર દ્વારા પ્રસ્તુત કરાયેલો એક મોનોલોગ છે. આ મોનોલોગ ઘરના સંસ્કારોની અને મૂલ્યોની વાત કરે છે, કેવી રીતે અલગ અલગ વયના લોકો, જિંદગીના જુદા જુદા પડાવમાં પોતાના ઘર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે તેનું તાદ્રશ્ય વર્ણન આ મોનોલોગમાં કરવામાં આવ્યું છે. આ ઓડિયો-વિઝ્યૂઅલ મોનોલોગ સાન્વી નિર્માણની આધિકારિક યુ ડ્યૂબ ચેનલ પર જોઈ શકાય છે. આ મોનોલોગ સિવાય, સાન્વી નિર્માણે રેડિયો માધ્યમ દ્વારા શરદ કેલકરના જ અવાજમાં ઓડિયો વાર્તારુપે ઘરના મૂલ્યોની વાત પોતાના ઉપભોગતાઓ સુધી પહોચાડી છે.

પોતાના ગ્રાહકોના દિલ સાથે કનેક્ટ કરવા માટે, સાન્વી નિર્માણે મલ્ટીચેનલ માર્કેટિંગ પ્રચાર રચ્યો છે. પંરપરાગત મીડિયા, ડિઝિટલ પ્લેટફોમ્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએનસરનો ઉપયોગ કરીને પ્રચારનો લક્ષ્ય સંભવિત ખરીદદારોને આકર્ષિત કરવો અને બ્રાન્ડની પારિવારિક દ્દષ્ટિકોણની વાત કરવી છે.
લક્ષ્ય માત્ર ઈમારતો બનાવવો નથી, પરંતુ, શ્રેષ્ઠ અને સફળ સમુદાય જીવન વિકસાવવું છે. સાન્વી નિર્માણ પરિવર્તનની દિશામાં,મૂલ્ય પ્રસ્તૃત કરવાની દિશામાં, તમામ માટે એક શ્રેષ્ઠ અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં દિશામાં સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment