GovernmentHousingInfrastructureNEWSPROJECTS
2047 સુધીમાં દેશના ઈન્ફ્રા સેક્ટરમાં અંદાજે 880 લાખ કરોડનું રોકાણ થશે, મંત્રી પરિષદમાં બેઠક ચર્ચા

ભારત સરકાર 2023 થી 2047 સુધીમાં દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અંદાજે 845 થી 880 લાખ કરોડ રુપિયાનું રોકાણ કરશે તેવી ચર્ચા 4 જુલાઈ મળેલી મંત્રી પરિષદની બેઠકમાં થઈ હતી. જેમાં 20,000 કિમીના એલિવેટેડ ટ્રેક, 4,500 કિમી બુલેટ ટ્રેન કોરિડોર અને વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને 4,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરીને, 2047 સુધીમાં ભારતની ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટા પાયે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, મંગળવારે (4 જુલાઈ) ના રોજ મંત્રી પરિષદમાં રજૂ કરાયેલા અંદાજ મુજબ, જીડીપી વૃદ્ધિને વેગ આપવા માટે ભારતને 2023 અને 2047 ની વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં આશરે રૂ. 845 થી 880 લાખ કરોડના રોકાણની જરુર પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.