રાજયમાં નબળી કન્સ્ટ્રક્શન ગુણવત્તાથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ પરેશાન !
ગુજરાત સહિત દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોરદાર થઈ રહ્યો છે તેમાં કોઈ જ શંકા નથી પરંતુ તેની સાથે સાથે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં ગુણવત્તા પણ સાચવવી જોઈએ તે પણ એટલું જ જરુરી છે. કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા બિઝનેસમેનોએ શ્રેષ્ઠ ગુણવત્તાવાળા નિર્માણો બનાવવાં જરુરી છે. તો જ રાષ્ટ્રનો સારો વિકાસ થશે. તો, સરકારે પણ કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ સામે આવતા પ્રશ્નોનો ઉકેલ લાવવા જરુરી છે.
ગુજરાતભરમાં નિર્માણ પામેલા બ્રિજ અને રોડ સહિત અન્ય કન્સ્ટ્રક્શન નિર્માણોની નબળી કન્સ્ટ્રક્શન ક્વોલિટીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખૂબ જ પરેશાન થઈ ગયા છે. જેથી તેઓ રોડ અને બિલ્ડિંગના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ સામે ગુસ્સે ભરાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ભવિષ્યમાં કોઈ જ અઘટિત ઘટના ના ઘટે તે માટે તેમણે અધિકારીઓને જણાવ્યું છે કે, રાજ્યભરમાં ભયાનક અને નબળી ગુણવત્તા ધરાવતા બ્રિજ અને રોડને શોધવા માટે આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયાએ મળેલી બેઠકમાં રાજ્યભરમાં બ્રિજ અને રોડની નબળી ગુણવત્તા ચર્ચા થઈ હતી તેવું માનવામાં આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.