તમામ ડેવલપર્સ પોતાની સાઈટ પર 25 વૃક્ષો વાવો – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે આવેલા ગાહેડ-ક્રેડાઈ હાઉસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન-પીપલ્સ પાર્કનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતના દરેક ડેવલપર્સને પોતાની સાઈટ પર 25 વૃક્ષો વાવવાનું સૂચન કરતાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા 2.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન- પીપલ્સ પાર્ક નિર્માણ કરવાના કાર્યની પ્રસંશા કરીને ડેવલપર્સને અભિનંદન પાઠવ્યા હતા.
તો, ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસે હરણફાળ ભરી છે. ક્રેડાઈ ઈન્ડિયાના ઈલેક્ટ પ્રેસિડેન્ટ શેખર પટેલે જણાવ્યું હતું કે, દેશમાં ખેતી રોજગાર આપવામાં પ્રથમ છે પરંતુ, તે સિઝનેબલ છે જ્યારે રીયલ એસ્ટેટ સેક્ટર 365 દિવસ રોજગારી આપે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.