GovernmentInfrastructureNEWSPROJECTS
નિતીન ગડકરી આજે ગુજરાત મુલાકાતે, વડોદરા ખાતે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવનું કરશે નિરીક્ષણ
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. નિતીન ગડકરીના ઓફિસના સૂત્રોના જણાવ્યાનુસાર, આજે બપોરે 2 વાગે વડોદરા નેશનલ હાઈવે નજીક આવેલી દુમાડ ચોકડી પર 48 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા નેશનલ હાવે પર આવેલી દેણા-દુમાડ ચોકડીને અકસ્માત ઝોન તરીકે માનવામાં આવતી હતી. હવે આજે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થવાની સાથે અકસ્માતમાં ઘટાડો થશે અને ટ્રાફિક પણ ઝડપી અને સુચારુ બનશે.
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી ગુજરાતના વલસાડના વાપી-નર્મદા રોડ પરના એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાર, વડોદરા ખાતે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ પણ કરશે. આ રીતે નિતીન ગડકરી ગુજરાતના વિકાસ કામોનું લોકાર્પણ સાથે નિરીક્ષણ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.