GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development

ધોલેરા સરના એક્ટિવેશન ઝોન પર નિર્માણ પામશે, 600 યુનિટ સસ્તા રેન્ટલ હાઉસિંગ- CM

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને, ધોલેરા સરના વિકાસ માટે પુરજોસમાં કામ થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું હતું કે, ધોલેરા સર સાથે કનેક્ટિવિટી વધારવા રેલ્વે અને હાઈવે નિર્માણકામ ઝડપી બનાવવા ગુજરાત સરકાર વિશેષ ધ્યાન આપશે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંગળવારે દિલ્હીમાં આયોજિત નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની સર્વોચ્ચ મોનિટરિંગ ઓથોરિટીની બીજા બેઠકમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ધોલેરા સરના વિકાસની માહિતીમાં જણાવ્યું હતું કે, એરપોર્ટનું નિર્માણ, અમદાવાદથી ધોલેરા સરને જોડતો એક્સપ્રેસવે અને ગુજરાતને પશ્વિમ સમર્પિત ફ્રેટ કોરિડોર સાથે જોડવા માટે એક રેલ્વે લાઈન અંગે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધોલેરા સર એ સેમિકન્ડક્ટર, ઈવી બેટરી, સોલાર સેલ અને એરોસ્પેસ ઘટકોના ઉત્પાદન માટે રોકાણ આકર્ષિત કરી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, ધોલેરા સરના એક્ટિવેશન ઝોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સસ્તું ભાડાના આવાસા મોડેલ હેઠળ 600 એકમો નિર્માણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં માંડલ-બેચરાજી સરનો સમાવેશ કરવા માટે સર્વોચ્ચ સત્તામંડળને વિનંતી કરી હતી. અને અમદાવાદ-ધોલેરા સેમી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે જરુરી મંજૂરીઓ પણની માંગણી કરી હતી.

અમદાવાદ નજીક ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરા સરના વિકાસમાં થયેલી પ્રગતિ વિશે માહિતી આપતાં ગુજરાત સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે, ધોલેરા સરના એક્ટિવેશન ઝોનમાં વિવિધ સુવિદ્યાઓનું બાંધકામ પૂર્ણતાના આરે છે અને ઔદ્યોગિક સંસ્થાઓને પ્લોટ ફાળવવાની પ્રક્રિયા પહેલાંથી જ શરુ થઈ ગઈ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close