GovernmentNEWSPROJECTS

નવા સંસદભવનની એન્જિનીયરીંગ-આર્કિટેક્ચરીની ઝાંખી

નવું સંસદભવન ખાસ કરીને, વધુ સ્પેસ, ભૂકંપ પ્રૂફ સહિત ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીઝાઈન કરવામાં આવ્યું છે. તેમ જ આ સંસદભવનના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવના પ્રગટ થાય તે માટે લોકસભામાં દેશનું રાષ્ટ્રીય પક્ષી મોરને આધારિત ડીઝાઈન કરી છે. તો, રાજ્યસભામાં રાષ્ટ્રીય પુષ્પ કમળને આધારિત ડીઝાઈન કરવામાં આવી છે. આ ઉપરાંત, ગ્રીન બિલ્ડિંગ ખ્યાલને ધ્યાનમાં રાખીને આખું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી, વીજળી અને પાણીની બચત થાય. આવનારા 150 વર્ષ સુધી મુશ્કેલીઓ સામે લડી શકાય તેવું સંસદભવન નિર્માણ કરવામાં આવ્યું છે.

નવા સંસદભવનની બેઠક વ્યવસ્થા અને ક્ષમતા

સંસદભવનમાં બંને ગૃહ પૈકી લોકસભામાં વર્તમાન બેઠકની ક્ષમતા 552 હતી, જે નવા સંસદભવનના લોકસભામાં 888 બેઠક ક્ષમતા થઈ. જ્યારે જૂના રાજ્યસભામાં બેઠકની ક્ષમતા 245 બેઠકો હતી જેને વધીને નવા રાજ્યસભામાં 384 બેઠકો થઈ. આ રીતે બંને ગૃહનું સંયુક્ત સત્રમાં 1272 સંસદસભ્યો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતો સેન્ટ્રલ હોલ નિર્માણ કરવામાં આવ્યો છે. સાંસદોની ઓફિસો સંપૂર્ણ ડીઝિટલ ગેઝેટની સુવિદ્યાયુક્ત છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં હાઈ ક્વોલિટી ઓડિયો-વિડીયો સાથે દરેક સાંસદસભ્યની બેઠકને ઈલેક્ટ્રોનિક ગેઝેટ યુક્ત બનાવી છે. તેમ જ દરેક સાંસદસભ્ય પોતાની સીટ પરથી સરળતાથી હરફરી શકે તેવી કન્ફર્ટ સિટીંગ બનાવવામાં આવી છે.

ઉપરાંત, સંસદભવનમાં ભારતના ઈતિહાસ અને વારસાને દર્શાવતો સંવિધાન હોલ બનાવ્યો છે. જેમાં ભારતના ઈતિહાસને દર્શાવતાં પાત્રો, ચિત્રો અને પ્રદર્શન મૂકવામાં આવ્યાં છે. તેમ જ પુસ્તકાલય, ભોજન હોલ, સંસદીય સમિતિ હોલ સહિત અનેક લેટેસ્ટ સુવિદ્યાઓ સાથે સંસદભવન નિર્માણ કરવામાં આવ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close