DRAને ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બદલ નિતીન ગડકરીના હસ્તે એસોચેમનો એવોર્ડ એનાયત કરાયો.
ભારતની નામાંકિત ઈન્ફ્રા. કંપની દિનેશચંદ્ર આર.અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડને પૂનાથી ઔરાંગાબાદ નેશનલ હાઈવે-222 અંતર્ગત નિર્માણ પામેલા સક્કર ચોકથી એસ.બી. ચોક સુધીના 3 કિ.મી.નો 4 લેન ફલાયઓવર બ્રિજ નિર્માણ કરવા બદલ, ઈન્ડિયા પ્રિમિયમ ઈન્સ્ટિટ્યૂટ એસોચેમ દ્વારા એક્સેલેન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો છે.
આ એવોર્ડની સાથે DRAની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, જેનો આનંદ DRA અને તેની ટીમ અનુભવી રહી છે. આ રીતે DRA કંપનીએ સારી ગુણવત્તા અને સમયમર્યાદા પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, DRAના મેનેજિંગ ડાયરેક્ટર અંકિત જણાવે છે કે, અમે આનંદથી જણાવીએ છીએ કે, કોવિડ દરમિયાન ભારે ભીડવાળા શહેરી વિસ્તારમાં સમય પહેલાં 3 કિમી લાંબો ફ્લાયઓવર બ્રિજના પ્રોજેક્ટ નિર્માણ કર્યો અને આ પ્રોજેક્ટને શ્રેષ્ઠ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સ્કીલ તરીકે ગણવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.