એસ.જી. હાઈવેને સંપૂર્ણ ડસ્ટ ફ્રી બનાવવા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ડેવલપર્સને અપીલ
ક્રેડાઈ-ગાહેડ હાઉસ અમદાવાદ ખાતે, ક્રેડાઈ ગાહેડ સંસ્થાના 43 મા સ્થાપના દિવસ નિમિત્તે, બલ્ડ ડોનેશન અને હેલ્થ ચેક-અપ તેમ જ શેખરભાઈ પટેલની ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે નિમણૂંક થવા બદલ તેમનો અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બલ્ડ ડોનેટ કરનાર વ્યકિતઓને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે સાથે મોમેન્ટો દ્વારા શેખરભાઈ પટેલનું અભિવાદન કર્યુ હતું. આ સમયે ગુજરાતના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ તેજસ જોશી, QCI ના ચેરમેન જક્ષય શાહ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય પટેલ, સંસ્થાના માનદ્ મંત્રી વિરલ શાહ સહિત 300 થી વધારે ડેવલપર્સ અને અમદાવાદ રિયલ્ટર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના વિકાસમાં ડેવલપર્સના આધુનિક અને આઈકોનિક બિલ્ડિંગોને બિરદાવતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ, અમદાવાદમાં ધમધમતા એસ.જી. હાઈવેને સંપૂર્ણ ડસ્ટ ફ્રી બનાવવા અંગેની મહેચ્છા દર્શાવવી હતી અને તેમાં સહભાગી થવા સૌ ડેવલપર્સને અપીલ કરી હતી. તો, નરહરિ અમીને, છેલ્લા બે દાયકામાં બાંધકામ ક્ષેત્રે અમદાવાદ શહેરમાં થયેલા સુનિયોજિત વિકાસ બદલ ડેવલપર્સને અભિનંદન પાઠવ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
One Comment