જ્યાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ થયો હતો, ત્યાં જ શ્રીહરિ મંદિરનું નિર્માણ પામશે તેવું બીએપીએસ સંસ્થાના સંતોએ મીડીયાને જણાવ્યું છે. અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પરના સાયન્સ સિટીથી ઓગણજ વચ્ચે જ્યાં પ્રમુખસ્વામી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ હતી તે જ સ્થળ પર એક ભવ્ય સ્વામીનારાયણ મંદિર નિર્માણ પામશે.
મહોત્સવ દરમિયાન જે સ્થળ પર પ્રમુખસ્વામી મહારાજની 15 ફૂટ ઊંચા બેઝ પર 30 ફૂટની મૂર્તિ હતી. તેની આસપાસની 5 એકર જમીન પર મંદિર પામશે. પ્રમુખ સ્વામીનગરમાં ઉજવાયેલો મહોત્સવનું સંભારણું કાયમ રહે તે માટે ખેડૂતોએ પોતાની જમીન બીએપીએસ સંસ્થાને આપવાનો નિર્ણય કર્યો હતો અને શિખરબદ્ધ હરિમંદિરના નિર્માણ માટે સંતોએ પણ સંકલ્પ કર્યો છે.
નોંધનીય છે કે, 2020માં આ વિસ્તારમાં જમીનનો ભાવ પ્રતિ ચોરસ વારે રુ 20,000થી 25,000 હતો પરંતુ, જેવો જ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની જાહેરાત થઈ હતી ત્યારે જ 30,000 રુપિયા પ્રતિ ચોરસ વારે થઈ ગયા હતા. ત્યારબાદ મહોત્સવ સમાપન બાદ, જમીનના ભાવ 35,000 હજાર પહોચ્યા અને હાલ ભાવ 45000 પ્રતિ ચોરસ વારે છે. આ મંદિર નિર્માણ થવાથી આસપાસના જમીનના ભાવ વધશે સાથે સાથે આ આખો વિસ્તાર નંદનવન જેવો બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.