સાવધાન ! અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે, જવાબદારો સામે થશે કાર્યવાહી
ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ પામતા રોડ, બ્રિજ, હાઈવે, એક્સપ્રેસ વે, ફ્લાયઓવર, રેલ્વે ઓવર બ્રિજ, ટનલ સહિત અનેક કરોડો રુપિયાના માળખાકીય નિર્માણો સરકાર જન-કલ્યાણ માટે બનાવે છે. જે આપણા સૌના માટે છે પણ પોતાનું ઘર બનાવવતા હોય તે સમજીને સરકારી કામોમાં જે જે લોકો જોડાયા હોય તેઓએ ગુણવત્તા પર ભાર મૂકીને કામ કરવું જોઈએ.
સરકારી નિર્માણ કાર્યોમાં કોઈ એક વ્યકિત જવાબદાર ક્યારેય ના હોય શકે તે તો જગજાહેર છે. આ બ્રિજથી આપણને સૌને ઘણું શીખવા મળે છે અને સાવધાન થવાનું પણ કહે છે. જેથી, આવનારા દિવસોમાં આવા બ્રિજ નિર્માણ ના તે માટે તે ધ્યાન રાખવું જોઈએ.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે તેવો નિર્ણય લીધો છે અને તમામ જવાબદારો સામે કડક પગલાં લેવાશે તેવી જાહેરાત કરી છે. વધુમાં મ્યુનિ. કમિશનરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, બ્રિજમાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. જો કે, ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર બ્રિજ મામલે આજે રિપોર્ટ આવ્યા બાદ, બ્રિજ નિર્માણ કરનાર કૉન્ટ્રાક્ટર, PMC ડાયરેક્ટર અને ઈજનેર સામે પગલાંની જાહેરાત કરવામાં આવી છે અને 50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજને તોડીને ફરીથી નિર્માણ કરવા માટે સ્થાયી કમિટીમાં પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.