Civil EngineeringHousingInfrastructureNEWS

GICEA ના પ્રેસિડેન્ટ તરીકે બકુલ દેસાઈની સર્વાનુમતે નિમણૂંક

Unanimous appointment of Bakul Desai as President of GICEA.

ગુજરાતના સિવીલ એન્જીનીયર્સ અને આર્કિટેક્ટની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ સિવીલ એન્જીનીયર્સ-આર્કિટેક્ટના નવા પ્રેસિડેન્ટ તરીકે બકુલ દેસાઈની બિનહરિફ નિમણૂંક કરવામાં આવી છે. GICEA ના પાસ્ટ પ્રેસિડેન્ટ કે. સી. પટેલના જણાવ્યાનુસાર, GICEAની કોર કમિટીના કુલ 34 સભ્યો દ્વારા બિનહરિફ નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. વત્સલ પટેલે તમામ સભ્યો વતી બકુલ દેસાઈના નામની પ્રેસિડેન્ટ તરીકેની દરખાસ્ત કોર કમિટી સમક્ષ મૂકી હતી, જેને તમામ સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી.

પ્રેસિડેન્ટની નિમણૂંકની સાથે સાથે બે વાઈસ પ્રેસિડેન્ટની નિમણૂંક કરવામાં આવી હતી.જેમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે દીપક પટેલ(દીપ બિલ્ડર્સ ગ્રુપ) અને બીજા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અપૂર્વ ઠાકરસીની નિમણૂંક કરવામાં આવી છે. તો ઓન.સેક્રેટરી તરીકે વિકાસ શાહ અને ઓન.જોઈન્ટ સેક્રેટરી તરીકે રાકેશ પરિખની નિમણૂંક કરાઈ છે. તો ઓન. ટ્રેઝરર શૌરીન શાહ અને ઓન.જોઈન્ટ ટ્રેઝરર તરીકે યશ મજેઠિયાની નિમણૂંક કરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close