કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ક્રોસ રોડ અને YMCA Clubનો ટ્રાફિકનો કાયમી માટે ઉકેલ, બનશે 4.5 કિ.મી લાંબો ઈસ્કોન-સાણંદ ચોકડી સુધીનો એલિવેટેડ કોરિડોર
SG Highway in Ahmedabad to get another elevated corridor at a cost of over Rs. 530 crore.
કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ ટ્વીટ કરતાં જાહેરાત કરી હતી કે, અમદાવાદના એસ.જી. હાઈવેને એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. નેશનલ હાઈવે-147 પર 4.5 કિલોમીટર લાંબો ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના હાઈવેને એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે.
આ કોરિડોર પર આવતા જંક્શન કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર ક્રોસ રોડ અને વાયએમસીએ ક્લબની આગળ, આ ત્રણેય જગ્યા પર ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે જેથી, એસ.જી. હાઈવે પર સાંજના સમયેથી થતો ભારે ટ્રાફિક સુચારુ બનશે.
નેશનલ હાઈવે 147 પરનો એલિવેટેડ કોરિડોર 4.5 કિલોમીટર લાંબો હશે અને તે શહેરનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે. આ કોરિડોર બનતાની સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સુરેન્દ્રનગર જતા અને આવતા જે ટ્રાફિક જામ થાય છે તેનો નિકાલ થશે અને લોકોને સારી સુવિદ્યા મળશે.
ગુજરાત રાજ્યના રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ એસ.બી. વસાવાએ જણાવ્યું છે કે, આવનારા સમયમાં કોરિડોરના રુટની ડીઝાઈન નક્કી કરીને ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવશે. 44 કિલોમીટરની લંબાઈ ધરાવતો ગાંધીનગર-સરખેજ હાઈવે મોડેલ રોડ બનાવવા માટે પહેલાંથી એસ.જી. હાઈવે પહેલાંથી 12 જેટલા અંડરપાસ બ્રિજ, ફ્લાયઓવર બ્રિજ તો નિર્માણ કરવામાં આવ્યા છે. ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો પ્રસ્તાવિત કોરિડોર રાજસ્થાન તરફ જતા ટ્રાફિકને ઝડપી માર્ગ પણ પ્રદાન કરશે.
આ ઉપરાંત, બોડેલી તાલુકાના જબુગામથી ગુજરાતના નસવાડી તાલુકાના ધમસિયા ગામ સુધીના 2 લેન કેરેજવેને નર્મદા જિલ્લામાં હાલના નેશનલ હાઈવે-56 ને 1148 કરોડના ખર્ચે 4 લેન કરવાની જાહેરાત નિતીન ગડકરી કરી છે. સાથે સાથે 918 મીટરની લંબાઈ ધરાવતો સંતુલિત કેન્ટીલીવર બ્રિજને ખોલવાની પણ જાહેરાત કરી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
5 Comments