Civil EngineeringGovernmentInfrastructureNEWSPROJECTS

મહારાષ્ટ્રના વાણી-વારોરા હાઈવે પર “World’s First Bamboo Crash Barrier” ઈન્સ્ટોલ કર્યો, સ્ટીલ બેરિઅરનો બનશે વિકલ્પ- નિતીન ગડકરી

World's First Bamboo Crash Barrier Installed in Maharashtra, Nitin Gadkari Says 'Extraordinary'

હવે તમને હાઈવે કે એક્સપ્રેસ વે પર વાંસમાંથી બનેલા ક્રેશ બેરિઅર જોવા મળે તો નવાઈ નહીં. તાજેતરમાં જ મહારાષ્ટ્રના વાણી-વારોરા હાઈવે પર 200 મીટરની લંબાઈ ધરાવતા વાંસમાંથી બનેલા બમ્બૂ ક્રેશ બેરિઅર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે વિશ્વભરમાં પ્રથમ વાંસ ક્રેશ બેરિઅર છે. આ અંગે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે હાઈવે પર વાંસના ક્રેશ બેરિઅર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે, તે ખરેખર સ્ટીલનો વિકલ્પ બની શકે છે. સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. વધુમાં ગડકરીએ જણાવ્યું છે કે, આ પ્રકારના પ્રયોગો કરીને ભારત આત્મનિર્ભર બનવામાં સફળ બનશે.

વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, વાંસ ક્રેશ બેરિઅરને “બાહુ બલી” નામ આપવામાં આવ્યું છે. “બાહુ બલી” વાંસ ક્રેશ બેરિઅરનું, રાષ્ટ્રીય ઓટોમેટિવ ટેસ્ટ ટ્રેક જેવી વિવિધ સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓના પ્રોપર પરીક્ષણ કરાવ્યું છે. જેમાં ઈન્દોરના પિઠમપુરમાં અને રુડકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ફાયર રેટિંગ પરીક્ષણ દરમિયાન ક્લાસ-1 તરીકે રેટ હાંસલ થયો છે. વધુમાં તેને ભારતીય માર્ગ કોંગ્રેસ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. વાંસ ક્રેશ બેરિઅરનું રિસાયક્લિંગ મૂલ્ય 50-70 ટકા છે, જ્યારે સ્ટીલ ક્રેશ બેરિઅરનું 30-50 ટકા છે તેવું ગડકરીએ જણાવ્યું છે.

આ વાંસ ક્રેશ બેરિઅર વાંસની જાતિઓ પૈકી બામ્બુસા બાલ્કોઆમાંથી બનાવવામાં આવ્યા છે. જેને ક્રિઓસોટ તેલથી સારવાર આપવામાં આવે છે અને રિસાયકલ હાઈ-ડેન્સિટી પોલી ઈથિલિન સાથે કોટેડ હોય છે. આ સિદ્ધિ વાંસ ક્ષેત્ર અને ભારત માટે એક નોંધપાત્ર છે, કારણ કે, આ વાંસ કેશ બેરિઅર સ્ટીલ બેરિઅરનો સંપૂર્ણ વિકલ્પ પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળા રોડ અને હાઈવે-એક્સપ્રેસ વે નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે માટે કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા રોડ નિર્માણમાં વેસ્ટેડ કચરો, પ્લાસ્ટિક, રબર સહિત વાંસ જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને રોડને સસ્તો અને સારામાં સારી ગુણવત્તાવાળા બનાવવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર કરી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close