જૂઓ: કેવી રીતે કરી શકાય સલામત ઓવરટેક ! “Enjoy of Safe Drive”
Enjoy safe drive : Drive Safe be Safe
અહીં, આપણે સૌએ સલામત ડ્રાઈવ કેવી રીતે કરવું, તેની માહિતી અને સાઈન બોર્ડ તો, ગ્રામિણ વિસ્તારથી માંડીને નેશનલ હાઈવે પર લગાડેલા હોય છે પરંતુ, આપણે ઘણીવાર તેનું ઉલ્લંઘન કરતા હોઈએ છીએ. પરિણામે આપણને જ નુકસાન થાય છે. ત્યારે અહીં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરેલો એક વિડીયો, આપણને સલામત ડ્રાઈવ કરવાનું કહી રહ્યો છે જેથી આવો તેને ફોલો કરીએ અને આપણા પરિવાર સાથે દેશના વિકાસમાં ભાગીદારી બનીએ.
ઉલ્લેખનીય છે કે, એક અભ્યાસ મુજબ ભારત દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં 1,50,000 થી વધારે લોકોનાં મોત થાય છે. પરિણામે, અકસ્માતમાં મોત પામનાર વ્યકિતના પરિવાર સાથે દેશના આર્થિક વિકાસ પર અસર પડે છે. જેથી, આપણે સૌએ રોડ અકસ્માત ન થાય, તે માટે સૌએ એકબીજાને આદરપૂર્વક, ખૂબ જ સાવધાની પૂર્વક અને સલામત ડ્રાઈવ કરવું જરુરી છે. અને સરકારના ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈએ. જેમાં આપણા સૌનું જ હિત રહેલું છે. તો સામે સરકારે પણ સારામાં સારા રોડ બનાવવા જોઈએ તે પણ એટલું જ મહત્વનું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments