GovernmentInfrastructureNEWSPROJECTSUrban Development
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે બનશે દેશનો પ્રથમ હાઈસ્પીડ મલ્ટી મૉડલ કોરિડોર, એક સાથે દોડશે બસ અને હાઈસ્પીડ રેલ
Ahmedabad-Dholera Expressway will become the country's first high-speed multi-modal corridor, buses and high-speed rail will run together.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ગુજરાત સહિત દેશવાસીઓ માટે જાન્યુઆરી-2024માં ખુલ્લો મૂકવામાં આવશે. વર્ષ 2021માં શરુ કરવામાં આવેલા 109 કિલોમીટરનો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય 30 ટકા જેટલું પૂર્ણ થયું છે. બસ અને ટ્રેન બંને એક સાથે દોડી શકે તેવી રીતે ડીઝાઈન કરવામાં આવી રહેલો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે દેશનો પ્રથમ હાઈસ્પીડ મલ્ટી મૉડલ કોરિડોર બનશે.

4200 કરોડ રુપિયામાં નિર્માણ પામનાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની પહોળાઈ 120 મીટર હશે, જૈ પૈકી 90 મીટરના હિસ્સામાં વાહનો દોડશે બાકીના 30 હિસ્સા પર રિજિનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ(આરઆરટીએસ) અંતર્ગત ભવિષ્યમાં હાઈ સ્પીડ રેલ્વે નિર્માણ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments