GovernmentHousingNEWSPROJECTSUrban Development
જંત્રી અમલ સ્થગિતનો નિર્ણય આવકારદાયક, ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ કરશે જંત્રીમાં રહેલી વિસંગત્તાઓને દૂર કરવાની કામગીરી
The decision to suspend Jantri implementation is welcome, CREDAI Gujarat will work to remove the anomalies in Jantri.
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના પ્રેસિડેન્ટ તેજસ જોશીએ, ગુજરાતભરના ડેવલપર્સ વતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, 15 એપ્રિલ-2023 સુધી નવી જંત્રીનો અમલ સ્થગિત કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય આવકારદાયક છે. પરંતુ, 15 એપ્રિલ બાદ, પ્રજાહિત અને વિકાસહિતને ધ્યાન રાખી જંત્રીમાં રહેલી વિસંગત્તાઓ દૂર કરવા સરકારની સાથે રહીને જિલ્લા મુજબ કામગીરી ક્રેડાઈ અમદાવાદ ગાહેડ શરુ કરશે.
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડની સરકાર સક્ષમ કરેલી કેટલીક મહત્વની રજૂઆતો
- નવી શરતથી જૂની શરતમાં ફેરવવા માટે જે પ્રિમિયમ ભરવાનું હોય છે ત્યારે, મહાનગરોમાં પરચેઝ એફએસઆઈનો નિયમ લાગુ પડે છે, તે જંત્રી આધારિત હોય છે જેમાં ડેવલપર્સને નહી પરંતુ ઘર ખરીદનાર ગ્રાહકને અસર થાય છે, જેથી સરકારે રાજ્યના વિકાસહિતને ધ્યાને રાખીને તેમાં સુધારો કરવો જરુરી છે.
- રુ. 25 લાખથી 75 લાખની મર્યાદામાં એર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટસમાં પ્રથમ ગ્રાહક પાસેથી 1 ટકાની સ્ટેમ્પ ડ્યૂટી વસૂલ કરવામાં આવે, જેનાથી સામાન્ય પ્રજા ઉપર વધારે બોજાનું ભારણ ન પડે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિકાસની ગતિ જળવાઈ રહેશે.
- રેરા પ્રોજેકટ્સમાં બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા અઢી થી ચાર વર્ષની હોય છે, જેમાં ડેવલપર્સ દ્વારા જમીન ખરીદી તથા દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયેલા હોય છે અને રેરા ઓથોરીટીમાં પ્રોજેક્ટ કોસ્ટ અને યુનિટ કોસ્ટ દર્શાવેલ હોય છે. ત્યારે આવા પ્રોજેક્ટમાં સામાન્ય માણસ ઘર, દુકાન કે ઓફીસ ખરીદતો હોય છે, ત્યારે લોન લેતો હોય છે જેની કિંમત, જંત્રીથી ઘણી વધારે થતી હોય છે. તેવા કિસ્સામાં એર્ફોડેબલ હાઉસિંગમાં 100 ટકા બજાર કિંમત મુજબ જ દસ્તાવેજ થતાં હોય છે. આવા સંજોગોમાં સરકારને વિનંતી છે કે, રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટમાં સામાન્ય માણસ કે વ્યાપારી પોતાનું ઘર, ઓફીસ કે દુકાન અથવા તો મિલકત ખરીદી કરે છે ત્યારે તેની સ્ટેમ્પ ડ્યૂટી રેરા રજિસ્ટર્ડ પ્રોજેકટ્સમાં દર્શાવેલ આંકડા પ્રમાણે જ લેવી જોઈએ, અને જંત્રીની અસર આપવી જોઈએ નહી. પરિણામે દરેક પરિવાર ઘરનું ઘર ખરીદી શકે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
10 Comments