ડબલ જંત્રીના વિરોધમાં આવતીકાલે દસ્તાવેજો નહીં કરવાનો સામૂહિક બિલ્ડરોનો નિર્ણય- બિલ્ડર્સ
Collective decision of builders not to file documents tomorrow against double Jantri.
અમદાવાદમાં યોજાયેલા ડબલ જંત્રીની અસરો અંગેના સેમિનારમાં નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે માંગ કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જંત્રીનો અમલ કરવા 90 દિવસનો સમય તો આપવો જ જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જંત્રીને ડબલ કરતાં રીયલ એસ્ટેટ વ્યવસાય પર માઠી અસરો પડશે અને ઘરનું ઘર ખરીદનાર લોકોને ઘર ખરીદવું મુશ્કેલ બનશે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, બિલ્ડર્સ, ખેડૂતો સહિત અનેક લોકોને ભારે નુકસાન થશે, તેથી અમારી સરકારને વિનંતી છે કે, જંત્રીના નવા દરને અમલમાં કરવામાં સમય આપે અને ગુજરાતના વિકાસને વેગવંતો બનાવે.
વધુમાં સુરશ પટેલે જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર જંત્રીના નવો દર અમલમાં કે રાહત આપશે નહિં તો, આવનારા શુક્રવારે એટલે કે, 10 ફેબ્રુઆરીના રોજ બિલ્ડર્સ અને રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા વ્યવસાયકારો સામૂહિક રીતે દસ્તાવેજો કરવાનો બહિષ્કાર કરશે.
ડબલ જંત્રી કેવી રીતે મુશ્કેલ બનશે તે અંગે અમદાવાદના જાણીતા વકીલ અને સોલિસીટર પરેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ડબલ જંત્રી કરી જેથી સ્ટેમ્પ ડ્યૂટીમાં ભારણ પડશે, પરિણામે, મકાન ખરીદનાર ગ્રાહકોને ભારે નુકસાન થશે જેથી સરકારે કંઈક રાહત આપવી જરુરી છે.
તો, હરેશ વસાણીએ જણાવ્યું હતું કે, સરકારે જંત્રીના દર કંઈક રાહત આપવી જોઈએ. તો, એક અન્ય રીયલ એસ્ટેટના જાણકારે જણાવ્યું હતું કે, આ પ્રકારના જંત્રીના વધારાથી રીયલ એસ્ટેટ વ્યવસાયને ભારે નુકસાન થશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સરકારે ગુજરાતમાં જંત્રીમાં કરેલા ધરખમ વધારાની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ છે. ગુજરાતભરના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ બ્રોકર્સ, જમીન દલાલો, ખેડૂતો, પ્રોપર્ટી રોકાણકારો અને મકાન ખરીદનાર ગ્રાહકો સૌ કોઈ સરકારે જંત્રીમાં કરેલા 100 ટકાના વધારાને લઈને ખૂબ જ ચિંતિત છે. ત્યારે ગુજરાત નારેડકો, મણિનગર બિલ્ડર્સ એસોસિએશન, અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશન, ગાંધીનગર બિલ્ડર્સ એસોસિએશન અને થ્રેડ દ્વારા અમદાવાદના હેબતપુર રોડ પર આવેલી એક ખાનગી હોટલમાં ડબલ જંત્રી બેનર હેઠળ એક ચર્ચા વિચારણાનું આયોજન કર્યું હતું. જેમાં બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ બ્રોકર્સ, ખેડૂતો, આમ જનતા સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments