અમૃતકાળ બજેટમાં ઈન્ફ્રા.માટે 10 લાખ કરોડ, PMAY માટે 79,000 કરોડ ફાળવ્યા,બાંધકામ ઉદ્યોગને મળશે મોટો વેગ
10 lakh crore allocated for infra., 79,000 crore for PMAY in Amrit Kaal budget, construction industry will get a big boost.
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય સામાન્ય બજેટ-2023-24 માં કુલ આવક અને કુલ ખર્ચ અનુક્રમે 27.2 લાખ કરોડ અને 45 લાખ કરોડનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 2023-24ના વર્ષમાં 7% જીડીપીનો અંદાજવવામાં આવ્યો છે. 2023-24 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કેપિટલ ખર્ચમાં 33%નો વધારો કરીને રૂ.10 લાખ કરોડ કરીને, જે ખર્ચ GDPના 3.3% થશે. રેલ્વે માટે રૂ. 2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ છે, જેમાં પીપીપી મોડેલ આધારિત પ્રોજેક્ટ નિર્માણ કરાશે. દેશભરના ક્ષેત્રીય એરપોર્ટમાં સુધારો લાવવા 50 નવા એરપોર્ટ, વોટર એરોડ્રોમ, અને એન્ડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY)માટે રુ. 79000 કરોડની ફાળવણી કરી છે, જે શહેરી ગરીબો માટે સરકારના આવાસ કાર્યક્રમને વધુ પ્રોત્સાહન આપશે. PMAY નો ખર્ચ 66% વધારીને રુ. 79000 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરી વિકાસ માટે કેન્દ્ર સરકાર દર વર્ષે રુ.10,000 કરોડ રુપિયા ફાળવશે. હાઉસિંગ ફોર ઓલ અભિયાન અંતર્ગત નિર્માણ પામતા પોષણક્ષમ આવાસો વધારે બનશે. કેન્દ્ર સરકાર ઘરવિહોણાને ઘરનું ઘર ખરીદવા અને બનાવવામાં ગ્રામિણ વિસ્તારોમાં 1,20,000 અને શહેરી વિસ્તારોમાં 2,67,000 રુપિયાની સબસિડી આપે છે,જેથી લોકોને સરળતા રહે છે અને પોતાના ઘરનું સ્વપ્નનું સાકાર થાય છે.
“વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 2023-24 નું કેન્દ્રીય બજેટ અમૃતકાળનું વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરવાનો પાયો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તો 400 ઘણું વધુ બજેટ વધારીને સરકારે 10 લાખ કરોડ ફાળવ્યા છે.”
“બજેટમાં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે દર વર્ષે રૂ. 10,000 કરોડ અને 100 ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે રૂ. 75,000 કરોડની ફાળવણી કરી છે, ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂ. 10 લાખ કરોડ અને રેલ્વે માટે રૂ. 2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ અંદાજ્યો છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 79,000 કરોડ ફાળવ્યા છે, જેથી બાંધકામ ઉદ્યોગને મોટો વેગ મળશે,” તેવું બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નિમેશ પટેલે જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments