GovernmentHousingInfrastructureNEWSUrban Development

આજે યોજાશે રાજધાની દિલ્હી ખાતે ‘BAI Indian Construction Journal Awards 2023’

The 'BAI Indian Construction Journal Awards 2023' will be held today at the capital Delhi.

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સત્તાવાર પ્રકાશન ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ દ્વારા આજે રાજધાની નવી દિલ્હી ખાતે  ‘BAI Indian Construction Journal Awards 2023’ નું આયોજન થયું રહ્યું છે. ‘BAI ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ એવોર્ડ્સ 2023’ એવોર્ડ પ્રેઝન્ટેશન સેરેમનીની પ્રથમ આવૃત્તિ આજે એટલે કે, 30 જાન્યુઆરી-2023ની સાંજે હોટેલ હયાત સેન્ટ્રિક, જનકપુરી, નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. જેમાં ભારતીય બાંધકામ ક્ષેત્રમાં તેમના યોગદાન આપનાર કન્સ્ટ્રક્શન સાથે જોડાયલા બિઝનેસેમેનોને પુરસ્કૃત કરવામાં આવશે.

નોંધનીય છે કે, ભારતીય બાંધકામ ક્ષેત્રની સુખાકારી સાથે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓ, કંપનીઓ અને સંસ્થાઓને ઓળખવા, પ્રશંસા કરવા અને પ્રોત્સાહિત કરવા માટે ‘BAI ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ એવોર્ડ્સ 2023’ ની સ્થાપના કરવામાં આવી છે.

‘BAI ઇન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ એવોર્ડ્સ 2023’ એવોર્ડ્સ પ્રેઝન્ટેશન સેરેમનીનું આયોજન ‘bauma CONEXPO INDIA 2023’, કન્સ્ટ્રક્શન મશીનરી, બિલ્ડિંગ મટિરિયલ મશીન્સ, માઇનિંગ મશીન્સ અને કન્સ્ટ્રક્શન વ્હીકલ માટેના ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર સાથે એકસાથે કરવામાં આવી રહ્યું છે, જે 31 મી જાન્યુઆરી અને 3 ફ્રેબુઆરી સુધી યોજાઈ રહ્યું છે.

ભારતભરમાંથી ટોચની બાંધકામ કંપનીઓના લગભગ 400 પ્રતિનિધિઓ ‘BAI ઈન્ડિયન કન્સ્ટ્રક્શન જર્નલ એવોર્ડ્સ 2023’ એવોર્ડ પ્રસ્તુતિ સમારંભમાં હાજરી આપશે. જેમાં પ્રતિનિધિઓ પ્રોપરાઈટર્સ,સીઈઓ,મેનેજિંગ પાર્ટનર્સ વગેરે હશે. ઉપરાંત, ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલી સરકારી સંસ્થાઓના ઉચ્ચ હોદ્દા પરના અધિકારીઓ સાથે હાજર રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close