અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માણ 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના- નિતીન ગડકરી
Construction of Ahmedabad-Dholera Expressway likely to be completed by 2024- Nitin Gadkari.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છે કે, આગામી 25 માર્ચ-2024 સુધીમાં ધોલેરા સરને જોડતો 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-થી- ધોલેરા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે તેવી સંભાવના રહેલી છે. આ એક્સપ્રેસ વે બનતાં મોટીસંખ્યામાં રોજગાર અને કંડલા બંદરનો વિકાસ પણ સારો થશે તેવું નિતીન ગડકરીએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે સમગ્ર એક્સપ્રેસ વેના ચારેય પેકેજ અંગે વિગતો આપતાં જણાવ્યું છે કે, 109 કિલોમીટરની લંબાઈ ધરાવતો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે મુખ્ય ચાર પેકેજમાં વિભાજિત છે. પેકેજ-1માં 1100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરખેજ-એસ.પી. રીંગ રોડથી શિંદરેજ ગામ સુધી 22 કિલોમીટરનો રોડ, જેનું નિર્માણ 22 ટકા પૂર્ણ થયું છે.
પેકેજ-2માં 1300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શિંદરેજ ગામથી વેજલકા સુધીનો 27 કિલોમીટરનો રોડ, જેનું કામ 11 ટકા પૂર્ણ થયું છે. પેકેજ-3 વેજલકા ગામથી ધોલેરા સ્પેશિયલ ઝોનની હદ સુધી 23 કિલોમીટરનો રોડ છે જેનું કામ 23 ટકા પૂર્ણ થયું અને તેનો ખર્ચ 900 કરોડ છે. જ્યારે ચોથું પેકેજ ધોલેરા સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ રીઝનથી અધેલાઈ ગામ સુધીનું છે, જે 1000 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે જેનું નિર્માણકાર્ય 28 ટકા જેટલું પૂર્ણ થયું છે.
4200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે 25 માર્ચ -2024 સુધીમાં નિર્માણ પૂર્ણ થશે, જે ધોલેરા સર માટે ખૂબ મહત્વનો છે.
વધુમાં નિતીન ગડકરીએ ગુજરાત ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના કામની પ્રશાંસા કરતાં જણાવ્યું હતું કે, ધોલેરાને જોડતા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન સંપાદન મોટાપાયે પૂર્ણ થઈ ગઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
3 Comments