GovtHousingInfrastructureNEWSPROJECTS

હવે, પ્રિ-ફેબ્રિકેટેડ રોડ બનવાના દિવસો દૂર નથી – કેન્દ્રીય રાજ્ય કક્ષાના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી

Govt working on adopting pre-fabricated materials in construction: MoS VK Singh.

બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આવનારો યુગ પ્રિ-કાસ્ટ અને પ્રિ-ફેબ્રિકેટેડનો હશે. કારણ કે, વર્તમાનમાં રોડ, બ્રિજ સહિત મોટા માળખાકીય પ્રોજેક્ટમાં પ્રિ-કાસ્ટ મેટેરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ 40 ટકા કરતાં પણ વધારે પ્રિ-કાસ્ટ મટેરીયલ વપરાય રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વી.કે. સિંઘે જણાવ્યું છે કે, ભારત હવે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રા. સેક્ટરમાં બ્રિજના પાયાને છોડતાં મોટાપાયે પ્રિ-ફેબ્રેકેટેડ મટેરીયલનો ઉપયોગ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રિ-ફેબ્રિકેટેડ મટેરીયલનો ઉપયોગ માળખાકીય સુવિદ્યાઓ અને જે પૈકી ખાસ કરીને રોડ અને  એક્સપ્રેસ વે નિર્માણમાં તો વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રિ-ફેબ્રિકેટેડ મટેરીયલનો વપરાશ કરવાથી પ્રદૂષણ પણ થતું નથી,સાથે સાથે કામ પણ ઝડપી અને ચોક્સાઈપૂર્ણ થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે એ દિવસો દૂર નથી કે, રોડની સપાટી પણ પ્રિ-ફ્રેબ્રિકેટેડ બનશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close