નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય જાન્યુઆરી-2023ના અંત થશે પૂર્ણ, વડાપ્રધાન મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન
"The new Parliament building will be ready by the end of this month.
રાજધાની નવી દિલ્હીમાં નિર્માણ પામી રહેલા નવા પાર્લામેન્ટ બિલ્ડિંગનું નિર્માણકાર્ય જાન્યુઆરીના અંત સુધી પૂર્ણ થઈ જશે તેવી સંભાવના છે તેવું અહેવાલો જણાવી રહ્યા છે.
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, નવા સંસદભવનમાં ઈન્ટેરીયર ડીઝાઈનિંગનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે અને હવે આખરી ઓપ આપવાનો બાકી છે. જેથી 2023ના જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
નોંધનીય છે કે, આગામી બજેટ સત્ર, નવા સંસદભવનમાં રહેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી. નવું સંસદ ભવનનું નિર્માણકાર્ય એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક હિસ્સો છે. ત્રણ કિલોમીટરની લંબાઈ ધરાવતા કર્તવ્ય પથ પરની બિલ્ડિંગો સહિત નવા સંસદ ભવનનો સમાવેશ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર-2020ના રોજ નવા સંસદભવનનું નિર્માણકાર્ય માટેનો શિલાન્યાસ કર્યો હતો. અને આ પ્રોજેક્ટનું કામ ટાટા હાઉસિંગ પ્રોજેક્ટને સોંપવામાં આવ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
6 Comments