HousingInfrastructureNEWSUrban Development

સાઉદીમાં 170 કિમી લાંબા મેગાસિટીનું કામકાજ શરૂઃ દુનિયાની બનશે અજાયબી

170 km long megacity starts working in Saudi: It will become a wonder of the world.

રણપ્રદેશમાં આવેલો દેશ સાઉદી અરેબિયા દુનિયાને એક અજાયબી આપવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયામાં 170 લાંબા એક મેગાસિટીનું સર્જન થવાનું છે અને તેના માટે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે. અહીં કઈ રીતે બાંધકામ થાય છે તેનો પ્રથમ વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. આ શહેર અફાટ રણપ્રદેશ અને પહાડી વિસ્તારમાં પથરાયેલો હશે. નિયોમ (NEOM) ખાતે બની રહેલા સાઉદી શહેરને ‘ધ લાઈન (The Line) નામ આપવામાં આવ્યું છે અને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં તેનું બાંધકામ શરૂ થયું છે. આ શહેર માટે સૌથી પહેલા 2017માં જાહેરાત કરવામાં આવી હતી.

શહેરમાં ટેક્સી ઉડતી હશે, ઘરનું કામ રોબોટ કરશે.
આ એક સંપૂર્ણપણે ભવિષ્યનું શહેર હશે જેમાં રસ્તા નહીં હોય. તેના બદલે હવામાં ટેક્સી ઉડશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત ઘરનું કામકાજ પણ નોકરચાકરના બદલે રોબોટ પાસે કરાવવામાં આવશે. પરંતુ આર્કિટેક્ટ્સ અને અર્થશાસ્ત્રીઓએ આ પ્રોજેક્ટના લોજિક સામે સવાલ ઉઠાવ્યા છે. પરંતુ હવે તેનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે અને ડ્રોન ફૂટેજ ઉપલબ્ધ છે. તેમાં જોવા મળે છે કે રણની વચ્ચે કેટલાક ટ્રક અને મોટી સાઈઝના મશીન કામ કરી રહ્યા છે.

લાઈન શહેરમાં લોકો કઈ રીતે રહેશે?
આ શહેરની ખાસિયત એ છે કે તે ગોળ કે ચોરસ નહીં પરંતુ લાંબી રેખામાં બની રહ્યું છે. તેથી તેને લાઈન નામ અપાયું છે જેની લંબાઈ 170 કિમી અથવા 100 માઈલ કરતા વધારે હશે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને લાઈનની ડિઝાઈન અંગે જાહેરાત કરી હતી. વિશ્વનું આ પ્રથમ શહેર હશે જે રિન્યુએબલ એનર્જીથી ચાલશે. તેમાં વિન્ડ, સોલર અને હાઈડ્રોજન પાવરનો ઉપયોગ કરવામાં આવશે. લાઈનની અંદર ઈન્ટરકનેક્ટેડ સમુદાયો વસવાટ કરશે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી એકબીજા સાથે જોડાયેલા હશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનતા શહેરમાં હરવુંફરવું સરળ હશે, સ્વચ્છ ઉર્જા હશે તથા લેટેસ્ટ ટેક્નોલોજીના સહારે ચાલતું હશે.

500 મીટર ઉંચા સ્કાયસ્ક્રેપર બનશે
NEOMને સાઉદી ક્રાઉનપ્રિન્સ અને શાસક મોહમ્મદ બિન સલમાનના સ્વપ્નનું શહેર કહેવામાં આવે છે. તેમાં 500 મીટર ઉંચા બે સ્કાયસ્ક્રેપર બનાવવાની યોજના છે જે કેટલાક માઈલ સુધી ફેલાયેલા હશે. એટલે કે આ ઈમારતો અનેક માઈલની પહોળાઈ ધરાવતા હશે. આ શહેર એક સીધી રેખા જેવું હશે જેની પહોળાઈ માત્ર 200 મીટર હશે, પરંતુ તેની લંબાઈ 170 કિલોમીટર હશે અને તે સમુદ્રની સપાટીથી 500 મીટરની ઉંચાઈએ આવેલું હશે.

શહેરમાં કોઈ રોડ કે કાર નહીં હોય
આ શહેરમાં રસ્તા જ નહીં હોય તેથી તેમાં કોઈ કાર પણ નહીં દોડે અને પ્રદૂષણ પણ નહીં થાય. આ 100 ટકા રિન્યુએબલ એનર્જી પર આધારિત શહેર હશે અને તેની 95 ટકા જમીન નેચર માટે અનામત રખાશે. ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતા અહીં લોકોના આરોગ્ય અને સુખાકારીને વધારે મહત્ત્વ અપાશે.

Show More

Related Articles

Back to top button
Close