GovernmentInfrastructureNEWSPROJECTS

સેમી કન્ડક્ટર ફેબ યુનિટ સ્થાપવા ધોલેરાની પસંદગી પર, કેન્દ્ર સરકારે આપી મંજૂરી- મંત્રી રાજીવ ચંદ્રશેખર

Vedanta-Foxconn to establish chip plant at Gujarat's Dholera: Minister Rajeev Chandrasekhar.

ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ યુનિટ ધોલેરામાં વેદાંત લિમિટેડ અને ફોક્સકોન દ્વારા $20 બિલિયનના રોકાણ માટે સંયુક્ત-ઉદ્યોગ સંસ્થા દ્વારા સ્થાપવામાં આવશે, તેવું ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું છે.

અમદાવાદ નજીક આવેલા કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલા દેશનો પ્રથમ સેમીકોન ઈન્ડિયાના રોડશો દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ભારત સરકારે સેમી કન્ડક્ટર ફેબ યુનિટ અમદાવાદથી નજીક આવેલા ધોલેરાને પસંદ કર્યુ છે.

નોંધનીય છે કે, ગયા મહિને વેદાંત-ફોક્સકોને સેમિકન્ડક્ટર ફેબ યુનિટ, ડિસ્પ્લે ફેબ યુનિટ અને સેમિકન્ડક્ટર એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close